Vadodara News: વડોદરા જિલ્લામાં ફરી એકવાર જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બબાલે વધુ મોટુ અને ઉગ્ર રૂપ ધારણ કરતાં હવે પોલીસે 250 થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે, ખરેખરમાં પાદરાના ગામેઠા ગામમાં દલિત સમાજ અન અન્ય સમાજના લોકો વચ્ચે બબાલ થઇ હતી. જેને લઇને મામલો બિચક્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના પાદરાના ગામેઠા ગામમાં ગઇકાલે થયેલી બબાલે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. અહીં બે સમુદાયો વચ્ચે માથાકૂટ થઇ હતી જે પછી મામલો બિચક્યો હતો. અગાઉ ગામેઠા ગામમાં દલિત સમુદાયના આગેવાનની અગ્નિ સંસ્કાર વિધિ કરવાને લઇને બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી, આ પછી ગઇકાલે ફરી એકવાર તળાવમાં કપડાં ધોવાની વાતને લઇને દલિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચે બબાલ થઇ હતી, આ પછી દલિત સમાજના આગેવાનો એટ્રૉસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, 


ઘટના બાદ જ્યારે બન્ને સમુદાયના આગેવાનો અને પીઆઇ બબાલને લઇને પોલીસ સ્ટેશનમાં શાંતિ સૂલેહની ચર્ચા કરી રહ્યાં હતા, તે દરમિયાન ફરી એકવાર બન્ને દલિત સમાજની સામે અન્ય સમાજના લોકો પણ જૂથ બનાવીને એકત્ર થઇ ગયા અને ફરી મામલો બિચક્યો હતો, અને પોલીસે આ બબાલને લઇને 250થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે 151 હેઠળ સુલેહ શાંતિનો ભંગ ના થાય માટે માનસિંઘ પઢીયારની આ ઘટનામાં અટકાયત કરવામાં આવી હતી. પોલીસે 250થી વધુના ટોળા વિરુદ્ધ 143/34 સામે ગુનો નોંધ્યો હતો. 


પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલો થાળે પાડ્યો હતો. હવે આ અંગે શાંતિ સમિતિની મિટિંગ યોજાશે, અને સમજાવટથી કાયમી ઉકેલ લાવવાની કોશિશ થશે. 


આ પહેલા અસામાજિક તત્વોની દાદાગીરીનો કિસ્સો આવ્યો હતો પ્રકાશમાં


વડોદરામાં વધુ એકવાર અસામાજિક તત્વોની દાદાગીરીની ઘટના સામે આવી છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, કેટલાક યુવકો બે યુવકો પર દંડાવારી કરી રહ્યાં છે. આ વીડિયો શહેરના નિઝામપુરા વિસ્તારનો હોવાનું ખુલ્યુ છે.  ફરી એકવાર વડોદરામાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે, શહેરમાં નજીવી બાબતોમાં હુમલાનું પ્રમાણ વધી રહ્યો છે, ગઇકાલે નિઝામપુરામાં નાસ્તો કરવા બેઠેલા બે યુવકો પર હુમલો ચાર અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. અહીં બે યુવકો મોબાઇલમાં મોટેથી ગીતો વગાડતા હતો, આ લોકોને અસામજિક તત્વોએ અવાજ ઓછો કરવાનું કહેતુ બન્ને પક્ષો વચ્ચે બબાલ થઇ હતી, જીતેશ શિવનાણી નામનો વ્યક્તિ મોબાઈલમાં મોટા અવાજથી ગીતો વગાડતો હતો, આ પછી સ્પીકરનો અવાજ કેમ ધીમો નથી કરતાં કહીને અસામાજિક તત્વો બે યુવકો પર તુટી પડ્યા હતા, આ બન્ને પર લાકડાના ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો, જોકે, આ ઘટના વધુ ઉગ્ર બનતા રાહદારીઓએ બન્ને યુવકોને હુમલાખોરોથી બચાવ્યા હતા. હાલમાં આ ઘટના અંગે હસમુખ પઢીયારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.