વડોદરાઃ કોંગ્રેસ(Congress)ના નેતા અતુલ પટેલે (Atul Patel) ગઈ કાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને શહેર પ્રમુખ પ્રશાંત પટેલને રાજીનામુ મોકલ્યું હતું. આ પછી આજે તેઓ 50 કાર્યકર્તા સાથે આપમાં જોડાયા છે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Gopal Italiya)ની હાજરીમાં આપમાં જોડાયા છે.


કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલનું રાજીનામુ પડતા કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે કે અન્ય નેતાઓ પણ આપમાં ન જોડાય જાય અને તે માટે શહેર કોંગ્રેસ પ્રમુખ નજર રાખી રહ્યા છે.  અતુલ પટેલે કહ્યું હતું કે તેઓ આપમાં જોડાઈ નિસ્વાર્થ ભાવે લોક સેવામાં જોડાશે. કેજરીવાલની નીતિને ગુજરાતમાં લાવી લોકોની સમસ્યા હલ કરવા તેઓ હંમેશા કાર્યરત રહેશે. 


ગોપાલ ઇટલીયાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ગુજરાતમાં ઈમાનદાર અને નિર્વિવાદીત નેતાઓના સંપર્ક કરી રહ્યા છે અને તેમને આપમાં જોડાઈ આપને મજબૂત કરી રાજ્યમા કામ કરનારી , ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિ કરતી સરકાર બનાવવા માંગે છે.


'કોંગ્રેસના સભ્યો ક્રિકેટ જેવું કરે છે, દાવ લઈ ને કોંગ્રેસ ના સભ્યો જતા રહે છે', કોણે આપ્યું આ નિવેદન?


 


કોંગ્રેસના સભ્યો ક્રિકેટ જેવું કરે છે, દાવ લઈ ને કોંગ્રેસ ના સભ્યો જતા રહે છે. નાના હતા ત્યારે લોકો આવું કરતા હતા. કોંગ્રેસના સભ્યો ચર્ચા કરીને જતા રહે છે. માંગણીઓ પર થઈ રહેલી ચર્ચાના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી ટકોર કરી હતી. 


 


તેમણે જણાવ્યું હતું કે, ગૃહમાં હું સ્પષ્ટ વાત કરવા માગું છું. GSTનો બેઝિક કાયદો એવો છે કે આવક ના 50 ટકા રાજ્ય ને તો 50 ટકા કેન્દ્રને જાય. સિમેન્ટ ગુજરાતમાં બને પણ એનું મોટું વેચાણ અન્ય રાજ્યમાં જાય તો ટેક્સ એ રાજ્યને જાય. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની માંગણી હતી કે શરૂઆતના 5 વર્ષ ગેરેન્ટી આપે, કેન્દ્રમાં ચિદમ્બરમે હા પણ પાડી હતી. કોંગ્રેસની સરકાર રાજ્યોને રક્ષણ આપતી ન હતી. બધાને મીઠું બોલવું ગમે છે, પણ એની અસર શું થાય.  


 


પેટ્રોલ ડીઝલની હાલની આવક રાજ્યની છે, જેમાંથી કેન્દ્રને કશું આપવાનું નથી. કોંગ્રેસ શાસિતના રાજ્યો પણ સંમતિ આપતા નથી. Gstમાં પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે તો 50 ટકા ટેક્સ કેન્દ્ર લઈ જાય, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.