વડોદરાઃ અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસિડેન્સીના મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા *ચતુરબાતે વેબસાઇટ* પર ચાલી રહેલા વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટરને જે.પી.રોડ પોલીસે ઝડપી લીધું હતું. રેય ડિઝાઇન વર્લ્ડ નામની આર્કિટેકટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતીની સાથે મળીને વર્ચ્યુઅલ સેકસ રેકેટ ચલાવતો હતો. બંને જણ પોતાના અને ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે બંને મકાનમાં દરોડા પાડી 2 યુવતીની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો અને લાઇવ સેક્સ કોલસેન્ટરમાં ઉપયોગમાં લેવાયેલાં 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર, 2 સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી નિલેશ ગુપ્તાની પૂછપરછમાં બહાર આવ્યું કે તે વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપતી. ગ્રાહક ટોકન આપે ત્યારે તે ટોકન થકી તેને પૈસા મળતા હતા. આરોપીઓ યુવતીઓને 20 થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા. જે યુવતીઓ આરોપીના ચુંગલમાંથી નીકળવા માંગતી હતી તે યુવતીઓને આરોપીઓ નીકળવા દેતા ન હતા. આરોપીઓએ યુવતીના પાસપોર્ટ પોતાની પાસે જમા રાખ્યા હતા જેથી યુવતી નીકળવા માંગે તો પાસપોર્ટ પરત ન આપવાની ધમકી આપતા હતા.
આરોપી પોલીસથી બચવા બીટકોઇનનો ઉપયોગ કરતો હતો, જેમાં પોલીસને 30 બીટકોઇનના સરનામાં મળ્યા છે. જ્યારે તેને અત્યારસુધી 9.3 બીટકોઇન એટલે કે સવા કરોડના વ્યવહાર કર્યો છે. એક બીટકોઇન ની કિંમત 15 લાખ રૂપિયાની છે. આરોપીની પત્ની રશિયન નાગરિક છે, જેથી તેના પત્નીના નામે ખાતું ખોલાવી તે આર્થિક વ્યવહાર કરી રહ્યો હતો. આ ઉપરાંત આરોપીના 60 બેંક ખાતા છે, જેમાં 15 લાખની રકમ છે, તેમજ શેર બજારમાં આરોપીનું મોટું રોકાણ છે. હાલમાં પોલીસે સેક્સ કોલસેન્ટર ચલાવતા આરોપી નિલેશ ગુપ્તાની ધરપકડ કરી છે અને તેની સાગરીત અમી પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાઃ વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટર પકડાયું. યુવતીઓ નગ્ન થઈને અશ્લીલ હરકતો કરતી ને બદલામાં.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Nov 2020 03:32 PM (IST)
વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -