વડોદરા: પોલીસે આવનાર ગણેશોત્સવ તહેવારમાં માટીની 9 ફૂટ અને પી.ઓ.પી ની 5 ફૂટથી ઉંચી પ્રતિમા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડયું હતું, જોકે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી છે.
ગાયકવાડી શાસનથી જ વડોદરામાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. શહેરભરમાં નાના મોટા પંડાલમાં ગણેશ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરી ગણેશોત્સવ તહેવારને ઉજવવામાં આવે છે. જોકે એ પહેલા જ વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે શહેરમાં ગણપતિની માટીની પ્રતિમા 9 ફૂટ અને પીઓપીની 5 ફૂટથી વધુ ઉંચાઈની પ્રતિમા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે મૂર્તિકારો એ છેલ્લા 4 મહિનામાં અનેક ઓર્ડર લઈ 10, 12, 15 ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
નોંધનીય છે કે, શહેરમાં અંદાજીત 1000 પંડાલોમાં ગણપતિ ભગવાનની મહાકાય પ્રતિમાઓ બેસાડવામાં આવતી હોય છે તો 2000 થી વધુ પંડાલોમાં મધ્યમ કદની પ્રતિમા બેસાડવામાં આવે છે. ગણપતિ પંડાલના અનેક આયોજકો, મૂર્તિકારોએ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લને આ જાહેરનામું પાછું ખેંચવા રજુઆત કરી હતી. કેમકે હજારો લાખો રૂપિયા ખર્ચાઈ ચુક્યા છે. ગણેશજીની પ્રતિમાઓ બની ચુકી છે ત્યારે બંને નેતાઓએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી હતી. આ રજુઆતથી ખુશ થઈ મૂર્તિકારો અને પંડાંલના આયોજકોએ દંડક બાળકૃષ્ણ શુક્લનું મોઢું મીઠું કરાવી શ્રીજીની પ્રતિમા આપી હતી. જોકે પોલિસનું જાહેરનામું હજુ સુધી પરત ખેંચાયું નથી.
આગામી 5 દિવસ આ જિલ્લામાં રહેશે મેઘમહેર
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગાંધીનગર શહેર સહિત આસાપાસના ગામડામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે ગુજરાતમાં 5 દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં કાલથી ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ શુક્ર અને શનિવારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જેમાં ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે વરસાદને લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આવતી કાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયા સામાન્ય વરસાદનું શક્યતા છે. અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે. અહીં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. સમગ્ર દેશના હવામાનની વાત કરીએ તો 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે