વડોદરાઃ વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસ સોસાયના બંગલામાં શનિવારે મધરાતે દરોડો પાડીને પોલીસે 12 યુવતી અને 9 યુવકોને મહેફિલ માણતાં ઝડપી પાડ્યાં હતાં.  હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારનમા નબીરા છે. તેમને છોડાવવા ભારે ધમપછાડા કરાયા હતા પણ પોલીસે તેમને મચક ના આપીને કેસ નોંધ્યો છે. ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે મહેફિલ યોજાઈ હતી. પોલીસે મહેફિલમાંથી દારૂની બોટલ કબજે કરી છે.

મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. આ ઉપરાંત 12 યુવતીઓ પણ મહેફિલમાં હાજર હતી. પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે અને 5 કાર જપ્ત કરી છે. આ ઉપરાંત 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે.



વડોદરામાં અખંડ ફાર્મ કેસના પુનરાવર્તન જેવી આ ઘટનામાં શહેરના વગદાર લોકોનાં સંતાનો દારૂ ની મહેફિલ માણતાં ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.  કુલ  22  નબીરાઓની  ધરપકડ કરાતાં ગત રાત્રીએ વગદારોએ સંતાનોને છોડાવવા ધમપછાડા કર્યા હતા પણ લક્ષ્મીપુરા પોલીસે મચક ન આપી કેસ નોંધ્યો છે.