Vadodara: આજે સવારથી જ શરૂ થયેલા રાજ્યમાં ભારે પવન અને વરસાદના કારણ અનેક જગ્યાએ નુકશાની થયાના સમાચાર છે, વડોદરામાંથી એક મોટા નુકશાનીના સમાચાર સામે છે, અહીં ગયા ડિસેમ્બરમાં જ ઉદઘાટન થયેલા અટલ બ્રિજની એકાએક ધરાશાયી થઇ જતાં આ સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો એન્જિનીયર અને કૉન્ટ્રાક્ટર પર સવાલો ઉઠાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અટલ બ્રિજમાં હમણાંને હમણાં ફરી એકવાર સમસ્યા સર્જાઇ છે.
આજે વરસેલા ભારે વરસાદના કારણે વડોદરામાં મનીષા ચાર રસ્તાથી શરૂ થતાં અટલ બ્રિજની એક બાજુની દીવાલ ધરસાઈ થઇ ગઇ હતી. ભારે પવન અને વરસાદને કારણે બ્લૉક લગાવેલી દિવાલ અચાનક તૂટી ગઇ હતી, જોકે બ્રિજને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. બ્રિજને જોડતી દિવાલ ધરાસાઈ થતાં જ બ્રિજ બનાવનાર કૉન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અટલ બ્રિજ 278 કરોડના ખર્ચે તૈયાર થયો હતો અને ગયા ડિસેમ્બરમાં મુખ્યમંત્રીએ આનું ઉદ્ઘાટન કર્યુ હતુ. પરંતુ હવે આ મુદ્દે જ્યારે એક્ઝિક્યૂટિવ એન્જિનીયર સાથે વાત કરવામાં આવી તો તેમને આ વાહિયાત જવાબ આપીને મુદ્દાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
અટલ બ્રિજની દિવાલ તુટતાં જ એક્ઝિક્યૂટિવ એન્જિનિયર રવિ પંડ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતો, તે સમયે તેમને નિવેદન આપ્યુ હતુ કે, કોઈ વાહન અથડાયું હોઈ શકે છે જેના કારણે અટલ બ્રિજની નીચેની દિવાલ તૂટી છે. જોકે, આ દિવલ કયા કારણોસર તુટી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. તેમને વધુમાં કહ્યું કે, ભારે પવન, વાવાઝોડું અને વરસાદી ઝાપટાં પણ કારણ હોઈ શકે છે. હાલ કોર્પૉરેશન તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ધરાશાયી થયેલી આ અટલ બ્રિજની દીવાલના બ્લૉક હટાવવાની કામગીરીમાં લાગ્યા છે. અટલ બ્રિજની આ પ્રકારની તમામ દિવાલોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જો કોઈ નુકશાન જણાશે તો ત્યાં પણ કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત ત્યાં સીટી એન્જીનીયર અલ્પેશ મજમુદાર પણ પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યાં છે.
છોટા ઉદેપુરમાં ગાજવીજ અને વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણો
Chhota Udaipur: આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુર પણ વરસાદને લઇને મોટા સામાચાર છે, જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન અને વંટોળ સાથે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના સમાચાર છે, જિલ્લામાં આજે સવારથી છોટાઉદેપુર, જેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી, સંખેડા સહિતના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.