વડોદરાઃ વડોદરા શહેરમાં બુધવારે ધોધમાર વરસાદ પડતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. વડોદરામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ને લોકો પરેશાન છે પણ વડોદરાવાસીઓએ હદુ વધારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે.  હવામાન વિભાગ દ્વારા વડોદરાવાસીઓ માટે આગામી 48 કલાક વધારે કપરાં હશે તેવી આગાહી કરાઈ છે.



હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં હજુ બે દિવસ જોરદાર વરસાદ પડશે. વડોદરામાં બુધવારે વિજળીના કડાકા- ભડાકા સાથે 7 કલાકમાં જ 18 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં વડોદરાની પરિસ્થિતિ ગંભીર બની હતી. હવે આ નવી આગાહીથી સ્પષ્ટ છે કે,  હજી વડોદરાના માથેથી ઘાત ટળી નથી.



વરસાદની આગાહીના પગલે, જિલ્લા કલેક્ટરે લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને કોઇ રસ્તા પર પાણીનો ભરાવો લાગે તો પસાર નહીં થવા અપીલ કરી છે. લોકોને કોઈ પણ પ્રકારનું જોખણ નહીં લેવા પણ તેમણે ચેતવણી આપી છે.

હવે ડ્રાઈવિંગ લાયસંસ વિના વાહન લઈને નિકળ્યા તો થશે હજારોનો દંડ, જાણો નવા કાયદા વિશે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત