વડોદરાઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતાની સારવાર માટે આવેલી પરીણિત યુવતી સાથે  ડોક્ટરે હોસ્પિટલમાં જ શરીર સુખ માણ્યું હતું. એ પછી ડોક્ટરે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. યુવતીએ બાળકને પણ જન્મ આપ્યો હતો.


આ કેસમાં યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યો છે. ડોક્ટર સયાજી હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.


આ બનાવની વિગત એવી છે કે, 2018માં પરીણિત યુવતીની માતાની તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી મેડિસીનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટરના સંપર્કમાં આવી હતી. ડોક્ટરે યુવતીનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો. એક વાર તેમણે હોસ્પિટલમાં જ યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.


ડોક્ટરે યુવતી સાથે અવાર-નવાર શરીર સુખ માણતાં યુવતી  ગર્ભવતી બની ગઇ હતી  અને બાળકને જન્મ પણ આપ્યો હતો. એ પછી ડોક્ટરે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. યુવતીએ લગ્નની વાત કરતાં  ડોક્ટર યુવતીને સંગમ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો. એપોર્ટમેન્ટમાં હાજર ડોક્ટરના કાકા , અન્ય એક વ્યક્તિ તથા અન્ય એક યુવતીએ ધમકી આપી હતી. તેમણે યુવતીને કહ્યું હતું કે, બાળકને લઇ નહીં જાય તો મારી નાંખીશું અથવા અનાથ આશ્રમમાં મૂકી દઇશું. તેમણે યુવતી સામે જ્ઞાતિવાચક  અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. યુવતીના પતિને પણ ડોક્ટર અને  તેના પરિવારજનોએ ધમકી આપી હતી.


આ ઘટનાને પગલે યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ડોક્ટરની ધરપકડ કરી હતી. આ  બનાવ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી ડોક્ટરને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.