વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી ગયું છે. ગઈ કાલે તો કોરોનાના કેસો એક જ દિવસમાં 1100ને પાર થઈ ગયા હતા. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે હેતુથી રાજ્યમાં મોટા પ્રમાણમાં એન્ટીબોડી(રેપિડ ટેસ્ટ) કરવામાં આવી રહ્યા છે. જોકે, આ ટેસ્ટ સામે જ સવાલ ઉઠી રહ્યા છે.


વડોદરામાં જેલ સત્તાવાળાઓએ કોરોના રેપિડ ટેસ્ટ સામે સવાલ ઉઠાવ્યા છે. રેપિડ ટેસ્ટમાં બે આરોપીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ આરટી પીસીઆરમાં પોઝિટિવ આવ્યા છે. જેલ અધિક્ષકે પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી દરેક આરોપીઓના RTPCR ટેસ્ટ કરાવવા ભલામણ કરી છે.