વડોદરાઃ વડોદરામાં વેબ સિરિઝના નામે પોર્ન વીડિયોની લિંક મોકલી બેંક અધિકારી પાસે રૂપિયાની માંગણી કરવામા આવી હોવાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર વડોદરામાં એક બેંક અધિકારી લેપટોપમાં વેબ સિરિઝ જોતા હતા. દરમિયાન એક પોર્ન લિંક આવી અને અધિકારી પાસે 29 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ અંગે અધિકારી ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ શરુ કરી છે.
મળતી જાણકારી અનુસાર, બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી હતી. ખંડણીખોરોએ બેન્કના અધિકારીને લેપટોપમાં પોર્ન લિંક મોકલી હતી જેના પર ક્લિક કરતા લેપટોપમાં 8 થી 9 પોર્ન વીડિયોની સાઈટ ખુલી જાય છે. જોકે અધિકારીએ લેપટોપ બંધ કરીને શરૂ કરતાં લેપટોપ લોક કરી દેવાયું હતું. દેશના કાયદા મંત્રાલયના હોમ પેજનો ઉપયોગ કરી સાયબર માફિયાએ ફિશીંગ પેજ બનાવ્યું હતું. આ ખંડણીખોરોએ અધિકારીનો સંપર્ક કરી 29000 રૂપિયાની ખંડણી માંગી હતી. જો 6 કલાકમાં ખંડણી નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.