વડોદરાઃ વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રીક્ષાચાલક યુવતીનો પરિચિત હોઈ શકે છે. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજમાં બનાવના દિવસે યુવતી જતી દેખાઈ. પોલીસની એક ટીમ ઓએસીસ સંસ્થાની ચાંદોદ શાખામાં તપાસ માટે ગઈ છે. યુવતીનો ટ્રેનમાં એક યુવક પીછો કરતો સીસીટીવીમાં જોવા મળ્યો, તેમ પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીછો કરતાં શંકાસ્પદ યુવકની અટકાયત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે ધરપકડના કોઈ સમાચાર સામે આવ્યા નથી. વડોદરા ઓલ્ડ પાદરા રોડના વેકસીન મેદાન ખાતે સામુહિક દુષ્કર્મ થયું હતું ત્યાં બે યુવકની હલચલ સીસીટીવીમાં કેદ થઈ છે. 


ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વેકસીન મેદાનની સામેના કોમ્પ્લેક્ષ ખાતેના સીસીટીવી મેળવી તપાસ કરી રહી છે. બંને શકમંદોને શોધવા પોલીસે એક ટીમ બનાવી જે બંને યુવકને શોધવા કામે લાગી.  વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અનેક સીસીટીવી ચેક કર્યા. વેક્સિન ગ્રાઉન્ડના ઘટના સ્થળની  સાઈડથી સીસીટીવી મળ્યા.


બે ઈસમો રોડ ક્રોસ કરી અમી સોસાયટી તરફ જતા જોવા મળ્યા. 6:55 મિનિટે બંન્ને ઈસમો વેક્સિન ગ્રાઉન્ડની દિવાલ કુદી રોડ ક્રોસ કરી રહ્યા છે. શંકાસ્પદ ઈસમોની પોલીસ શોધખોળ કરી રહી છે. દુષ્કર્મને અંજામ આપનાર આ બંન્ને ઈસમો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. 


Surat: રાજસ્થાન ગયેલી 11 વર્ષની છોકરી સાથે ભાઈના કાકા સસરાએ પરાણે શરીર સુખ માણીને બનાવી ગર્ભવતી, જાણો કેવી રીતે પડી ખબર ?


સુરતઃ  રાજસ્થાનમાં ભાઈના સસરાની સેવા કરવા ગયેલી સુરતની 11 વર્ષીય સગીરા સાથે ભાઈના કાકા સસરાએ વારંવાર શરીર સુખ માણીને  ગર્ભવતી બનાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સુરતના સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ થતાં પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી કેસ રાજસ્થાન મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ગુનો બાંસવાડા ટ્રાન્સફર કર્યો છે.  બીજી તરફ સગીરાનું સુરત નવી સીવીલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિંગણપોરમાં રહેતા પરિવારની 11 વર્ષની કિશોરીને  રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કિશોરીના ભાઈના કાકા સસરાએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. સિવિલ હોસ્પિટલ અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સિંગણપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારમાં  પતિ-પત્ની ઉપરાંત એક દિકરો અને 11 વર્ષિય દીકરી છે.


આ દીકરો પરણેલો છે અને તેનું સાસરિયું બાંસવાડા ખાતે છે. આ પરિવારની જ્ઞાતિમાં રિવાજ છે કે લગ્ન બાદ પતિએ પત્નિનાં માતા-પિતાને રૂપિયા આપવાના હોય પણ પરિવાર પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતો હતો. તેનાં સાસરિયાં તેનો રસ્તો કાઢીને કહ્યું હતું કે, જમાઈ રૂપિયા ન આપી શકે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે. યુવક તે માટે તૈયાર થઈ ગયો હતો અને પાંચેક મહિના પહેલા તેના પિતા ગામ ગયા ત્યારે પોતાની બહેનને તેના સાસુ-સસરાની સેવા માટે રાજસ્થાન બાંસવાડા મોકલી હતી.


આ છોકરી બાંસવાડા રહેતી ત્યારે તેના ભાઈના કાકા સસરાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે કોઈને કંઈ પણ નહીં કહેવા માટે ધમકી આપી હતી. થોડા મહિના બાદ છોકરી સુરત આવી હતી. બે દિવસથી પહેલાં તેને પેટમાં દુઃખાવો થતો હતો. તેથી તેના પિતા સોમવારે સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે, દીકરી શ્રુતિ ગર્ભવતી છે અને તેને ચાર મહિનાનો ગર્ભ છે. છોકરીને લઈને તેનો પરિવાર સિંગણપોર પોલીસ સ્ટેશન ગયો હતો. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાએ ભાઈના કાકા સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને ઝીરો નંબરથી ફરિયાદ રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી છે.