વડોદરાઃ વેકસીન મેદાન માં યુવતી પર થયેલા સામુહિક બળાત્કારના મામલે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ 2 શકમંદોની અટકાયત  કરી છે. ગઈ કાલે રાત્રે પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચી મિટિંગ પણ કરી હતી. સમગ્ર રહસ્ય પરથી પડદો  ઉંચકાઈ શકે છે. યુવતીએ ગુજરાત ક્વિન ટ્રેનમાં વલસાડ ખાતે આત્મહત્યા કરી હતી.


વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના મામલે યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી હતી. યુવતીનું ડાયરીમાં હેડિંગ હતું, 'શોકીંગ ડે અગેઈન'. યુવતીએ ડાયરીમાં લખ્યું, મને માથામાં જોરથી વાગતાં બેભાન જેવી થઈ જતાં બે જણાં આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા. 


યુવતીએ લખ્યું છે કે, ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી. પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા. મારા બચાવ માટે બંને જણાને લાતો મારતી હતી, તે સમયે એક જણાએ મારા પગ પકડી રાખ્યા હતા. 


મારા કપડાં ફાડી નાખી દુઃખ થાય તેવું ખરાબ કૃત્ય કર્યું, થોડીવાર માટે પોતે મરી ગઈ હોય તેવો અહેસાસ થયો. ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પરંતુ બહેનપણી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી.


મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.


સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. પોલીસ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.