વડોદરાઃ વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓએસીસ સંસ્થા પર પોલીસે સકંજો કસ્યો છે. રેલવે પોલીસે ઓએસીસ સંસ્થાના જૂના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે. સંસ્થામાંથી કોર્સ કરીને ગયેલા યુવકોની તપાસ પણ શરૂ કરાઈ. ઓએસીસ સંસ્થાની શહેરમાં આવેલી 4 ઑફિસ પર સર્ચ પણ કરાયું. 


પીડિતા યુવતીની ડાયરીમાંથી એક નહિ અનેક પાના ફાડવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આપવીતીના બે પેજ પણ ગાયબ કરી દેવાયા છે. યુવતીની ડાયરીના પાના કોણે ફાડ્યા અને કોના કહેવાથી તે આજદિન સુધી પોલીસ નથી શોધી શકી.


યુવતીએ છેલ્લે કરેલો એક મેસેજ સામે આવ્યો છે. આ મેસેજને જોતા યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીએ રાત્રે 11.30 વાગ્યે મેસેજ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મારું કિડનેપ થયું છે, મને મારી નાંખશે, પ્લીઝ બચાવી લો.


 












 



 


 


ગત 3 નવેમ્બરની રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વખતે યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ વોટ્સએપ મેસેજ યુવતીએ એક વ્યક્તિને મોકલ્યો હતો મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટીક થયાનું જોઈ શકાય છે.


 


યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે પૂછપરછ કરી હતી. 54 રિક્ષાચાલકો ઓળખાતા તેમની પૂછપરછ કરી હતી. આ સાથે યુવતીની ડાયરી માંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટોને મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલાયા છે. 


 


વેક્સીન મેદાનમાં યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કારની મામલો એવી વિગતો સામે આવી છે કે, દુષ્કર્મથી બચવા લડત આપતા યુવતીને હવાસખોરોએ ચપ્પુનો ઘા માર્યો હતો. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું તેજ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. 
ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલિસને ઝેરોક્ષ આપી હતી. સંસ્થાનું એ ગ્રૂપ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું, જેથી બી ગ્રુપના સભ્યે ડાયરીના ફોટા પાડ્યા હતા. વૈષ્ણવીએ ઘટનાની જાણ મેન્ટર અવધિને કરી હતી. અવધીએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા.


 


વૈષ્ણવીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા, જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીની જાન બચી જાત.