વડોદરા: શહેરમાં રોગચાળાને ધ્યાનમાં રાખીને વડોદરાના કમિશ્નરે ક્વિક રીસપોંસ ટીમ બનાવી છે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. મચ્છરોનો ત્રાસ વધતા લોકો આ હેલ્પ લાઈન પર ફોન કરીને જાણ કરી શકે છે. ફોન કર્યાના બે કલાક બાદ ફોગિંગ માટે ટીમ જણાવેલા સ્થળે પહોંચી જઈને કાર્યવાહી કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં શહેરમાં અત્યાર સુધીમાં ડેંગ્યૂથી 2ના મોત જ્યારે ઝેરી મલેરિયાછી 3ના મોત થયા છે.