રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે નિધન થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કારેલીબાગમાં 26 વર્ષીય અજય જાધવનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બુદ્ધદેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટસમાં રહેતો હતો અજય જાધવ વડાપાવની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો.  બુધવારે છાતીમાં દુખાવો ઉપડતા એસીડીટી થઇ હોવાનું સમજી આઇસ્ક્રીમ ખાધો હતો પરંતુ ગત રોજ સારવાર મળે તે પહેલાં જ અજય જાધવનું મોત થયું હતું.               


ગઇકાલે સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. વેસુમાં રહેતા અને કલરકામ કરતાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેક અટેકથી મોત થયું છે. છાતીમાં દુઃખાવો થયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ઓલપાડમાં રહેતા 42 વર્ષીય વિપુલભાઇનો જીવ પણ હૃદય રોગના હુમલામાં ગયો છે. વિપુલભાઇ અચાનક પોતાના ઘરમાં ઢળી પડ્યા ગચા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે, હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આમ સુરતમાં વધુ બે યુવાનોને હાર્ટ એટેક ભરખી ગયો છે.


નોંધનીય છે કે, આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.             


ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહી છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે.