વડોદરાઃ દારૂના નશામાં વડોદરામાં વધુ એક યુવકની તબિયત લથડી છે. દારૂ પીધા બાદ યુવકને આંખોની તકલીફ થઈ હોવાનો પરિવારનો દાવો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લીધા પછી યુવક ઘરે પહોંચ્યો છે. યુવક અને તેના પિતાને માંજલપુર પોલીસે જવાબ લેવા પોલીસ મથકે બોલ્યા છે. આ અંગે એસ.એસ.જી સુપરિટેનડેન્ટ રંજજન અય્યરનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે, આંખમાં દેખાતું ન હોવાથી યુવક એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ થયો હતો. આંખમાં ટીપાં નાખી તપાસ કરવામાં આવી હતી. ટીપાં નાખ્યા બાદ હવે મને દેખાતું થઈ ગયું તેવી વાત કરી હોસ્પિટલમાથી યુવક નીકળી ગયો હતો. ઇમરજન્સીમાં ઇ.પી.આર નોંધણી થઈ છે. પોલીસને વર્ધિ આપવામાં આવી હતી. શંકાસ્પદ પીણું પીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
પ્રાથમિક તારણમાં પીવાની મઝા આવે તેમાં ઇથોનેલ વપરાય છે. તો નશાકારક પીણું પીધું હોય તો મીથોનેલ વપરાય છે. પોલીસ તપાસનો વિષય, દારૂ પીધો કે અન્ય કેફી પીણું. આંખના તબીબની તપાસ કર્યા બાદ યુવક જતો રહ્યો. ડિસ્ચાર્જ પેપર પર સહી કરી જતો રહ્યો.
Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગહી, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે . દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવ્લી અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Election 2022 : હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રીય થઈ ગઈ છે. તેઓ સરકારી વિભાગો સાથે સંકળાયેલા કર્મચારીઓની સમસ્યાઓ દૂર કરવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા તેના સત્તાવાર ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્વીટર હેન્ડલથી વધુ બે સરકારી વિભાગના કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
તેમણે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હવાલાથી ટ્વીટ કર્યું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવીશું!