વડોદરા: વડોદરામાં રાજ્ય સરકારના આદેશ મુજબ મહાનગર આયોજન સમિતિની ચૂંટણી યોજાઈ હતી. મહાનગરપાલિકાના કોફ્રંસ હોલ ખાતે યોજાયેલ ચૂંટણી માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. વડોદરા શહેરના વિકાસ માટે આયોજન સમિતિ ની રચના કરવામાં આવી રહી છે. જે સમિતિ માં 45 સભ્યો હશે જેમાં 8 સરકારે નિયુક્ત કરેલા જેવાકે મંત્રી, કલેક્ટર, ડી.ડી.ઓ , વુડાના ચેરમેન સભ્યો હશે સાથે 7 વિવિધ ક્ષેત્ર માં નિપુણ ધરાવતા તજજ્ઞોને સરકાર નિયુક્ત કરી સામીલ કરશે સાથે 30 સભ્યો માં ચૂંટાયેલા કાઉન્સિલર ને સામીલ કરવાના હોય આજે તેને માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 30 સભ્યો માટે 42 સભ્યો મેદાને પડ્યા છે 30 ભાજપ ના કાઉન્સિલર, 10 કોંગ્રેસ ના કાઉન્સિલર જયારે આર.એસ.પી પાર્ટી ના 2 કાઉન્સિલરે ચૂંટણી માં ઝંપલાવ્યું છે.
મંગળવારે ચૂંટણી ના પરિણામો જાહેર થશે, જોકે સરકાર ના આદેશ બાદ યોજાયેલી ચૂંટણી માં પસંદ થયેલા કાઉન્સિલરો સરકાર ના નિયુક્ત સભ્યો સાથે વર્ષ માં 2 વાર મિટિંગ યોજી શહેર ની જરૂરિયાતો, વિકાસના માર્ગે આગળ વધવાના કામોં તથા શહેરના વિકાસ માટે ના પ્લાનિંગ ને સરકાર માં રિપોર્ટ કરી જાણકારી આપવાની રહેશે જે મામલે સરકાર કાર્યવાહી કરશે, જોકે આ પ્રકારની ચૂંટણી માટે વિરોધ પક્ષ કહી રહ્યો છે કે સરકારે વિરોધ પક્ષ ને પણ સાથે રાખી કામગીરી કરવી જોઈએ જેથી લોકો ના નહિ થયેલા કામનો અવાજ ઉઠાવી શકાય.