Vadodara Boat Accident:વડોદરામાં બોટ પલટી જતાં 14 લોકોના મોત થયા છે.ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, વિદ્યાર્થીઓ બોટ પર સવારી કરવા માટે તેમના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાંજે 4.30 વાગ્યાની આસપાસ પિકનિક માટે તળાવ પર પહોંચ્યા અને બોટમાં સવાર થયા.



ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે 27 વિદ્યાર્થીઓનું જૂથ તેમના શિક્ષકો સાથે પિકનિક પર ગયું હતું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટ રાઈડ માટે કતારમાં ઉભા જોઈ શકાય છે. જો કે આ નિર્દોષ બાળકને ક્યાં ખબર હતી કે, આ બોટિંગની સાથે મોતની રાહ છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, વિદ્યાર્થીઓ બોટ પર સવારી કરવા માટે તેમના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકો લગભગ 4.30 વાગ્યાની આસપાસ પિકનિક માટે તળાવ પર પહોંચ્યા હતા અને બોટમાં સવાર થયા હતા જે ઓવરલોડ હોવાના કારણે પલટી ગઈ હતી. હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 'આ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે. બચાવી લેવાયેલ  વિદ્યાર્થીની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મૃતકોના પરિવારો માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની  સહાય રકમની જાહેરાત કરી હતી. તેમણે ઘાયલોને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.