વડોદરા: હાલમાં સમયમાં ગુજરાતમાં હાર્ટે એટેકના કારણે એક બાદ એક યુવકના મોત થઈ રહ્યા છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. આજે ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. વડોદરાના નાગરવાડા વિસ્તારના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.


મોતનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે


 






40 વર્ષીય પ્રકાશ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ અગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક પ્રકાશ ચૌહાણ કુવૈતમાં દરજીકામ કરતો હતો. આજે સવારે દુકાને હતો ત્યારે યુવકને ચાલતા સમયે એેટેક આવ્યો હતો. જે બાદ તે ઢળી પડ્યો હતો.  પ્રકાશ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.


ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં યુવાનોના મોત થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.


અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.


રાજ્યમાં હાર્ટએટેકથી થઈ રહેલા મોતને લઈ રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરશે.