ભુવનેશ્વર: ઓડિશાના ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પર ગઈકાલે પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચેના ગેપમાં  પગ  ફસાઈ જતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કોન્સ્ટેબલે એક મહિલાનો જીવ બચાવ્યો હતો.આ ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


વીડિયોમાં એક સાથી મુસાફર સાથેની મહિલા ચાલતી ટ્રેન પર ચઢી રહી હતી.આ સમયે મહિલાનો પગ  પ્લેટફોર્મ અને ગેપ વચ્ચે ફસાઇ જતાં  તેને  પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્ટેશન અને ટ્રેન વચ્ચેના ગેપમાં લપસી ગઈ. જો કે ત્યાં હાજર આરપીએફના જવાને સમયસૂકતા જાળવતાં મહિલાને ખેંચી લઇને જીવ બચાવ્યો હતો. ઇન્ડિયન રેલવેના ટવિટર અકાઉન્ટ પર આ ધટનાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.