Viral Video: રેલવે મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક ટ્રેન બરફથી ઢંકાયેલી રેલ્વે લાઈન પરથી પસાર થતી જોવા મળી રહી છે.
Train Viral Video: જમ્મુ અને કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. આ ઘણી ખરી રીતે સાચું પણ છે. જેની બરફીલા ટેકરીઓથી લઈને કુદરતી દર્શ્યો પણ તેની સાક્ષી પૂરે છે. આ દિવસોમાં ઠંડી તેની ચરમસીમા પર છે અને પહાડી રાજ્યો સહિત કાશ્મીરના મેદાની વિસ્તારોમાં બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. જેને માણવા ત્યાં પ્રવાસીઓની ભીડ જામી છે.
હાલમાં બરફથી ઢંકાયેલ મેદાનો દરેકને પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ દરમિયાન ભારતીય રેલવેનું એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં ટ્રેનો બરફથી ઢંકાયેલી રેલવે લાઇન પર દોડતી જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદની મોસમમાં રેલ્વે ટ્રેક પર ચાલતી ટ્રેનો પાણીમાં ડૂબી જતી દરેક વ્યક્તિએ જોઈ છે. સાથે જ બરફથી ઢંકાયેલા પાટા પર દોડતી ટ્રેન કોઈ સપનાથી ઓછી નથી લાગતી.
વાંરવાર જોવાઈ રહ્યો છે આ વાયરલ વિડીયો:
વાયરલ થતા આ વિડીયોને જોયા બાદ યુઝર્સ વધુને વધુ કાશ્મીર જવાનું મન બનાવી રહ્યા છે. આ વીડિયો રેલ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં પહાડો પરથી પસાર થતી રેલવે લાઇન પર પડેલા બરફમાંથી ટ્રેન પસાર થતી જોવા મળી રહી છે. જેને જોયા બાદ દરેક લોકો તેમાં ખોવાઈ જાય છે. આવી દર્શ્યોને જોવા ઘણા યુઝર્સ લૂપમાં આ વિડીયો જોઈ રહ્યા છે .
બર્ફીલા રસ્તાઓ બન્યા આકર્ષણનું કારણ:
મળેલ માહિતી મુજબ , આ વિડીયોને એક લાખ 12 હજારથી વધુ વ્યૂઝ અને 5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વિડીયો શેર કરવાની સાથે જ કેપ્શન આપ્યું છે કે, 'જમ્મુ-કાશ્મીરના બનિહાલથી બડગામ સુધી બરફથી ભરેલી ખીણમાંથી પસાર થતી ટ્રેનનું મનોહર દૃશ્ય.' લખેલું છે. હાલમાં વિડીયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેને ઘણા યુઝર્સે ખૂબ જ સુંદર અને ક્યૂટ ગણાવ્યા છે.