Google Pixel 7 Discount: જો તમે Pixel ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છે, અને મન બનાવી લીધુ છે તો તમારા માટે એક ખુશખબરી છે. Pixel 6a, Pixel 7 અને Pixel 7a સહિત Google Pixel ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Pixel 7 સીરીઝને ભારતમાં 2022 લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ કંપનીની ફ્લેગશિપ સીરીઝ છે. ફ્લિપકાર્ટ પર Pixel 7ને 59,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તમામ બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ ઓફરની સાથે આને 35,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે. બીજી બાજુ, Pixel 6aને 16,000 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. જાણો આની ડિટેલ્સ...... 


Google Pixel 7 પર ડિસ્કાઉન્ટ - 
ફ્લિપકાર્ટ પર પિક્સલ 7ને 59,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, જો તમારી પાસે એચડીએફસી બેન્કનુ ક્રેડિટ કાર્ડ છે, તો તમને 5000 રૂપિયાનું તાત્કાલિક કેશબેક આવશે, જેનાથી કિંમત ઘટીને 54,999 રૂપિયા થઇ જશે, આવામાં તમારી પાસે કાર્ડ ના હોય તો કોઇ દોસ્તનું લઇ શકો છો.


જો તમે જુનો ફોન એક્સચેન્જ કરો છો તો આના પર 23,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ મેળવી શકો છો, અહીં પણ એક્સચેન્જ ઓફરમાં આઇફોનમાં વધુ પૈસા મળવાની સંભાવના છે. તમામ ઓફરને જોડવામાં આવે તો તમે Pixel 7ને કમ સે કમ 31,000 રૂપિયામાં પોતાનો બનાવી શકો છો. 


Google પિક્સલ 7ના ફિચર્સ - 
Google Pixel 7 કંપનીનું લેટેસ્ટ પ્રીમિયમ લૉન્ચિંગ છે, આમાં 6.32- ઇંચની ડિસ્પ્લે છે, જે 2,400 x 1,080 પિક્સલના રિઝૉલ્યૂશનની સાથે આવે છે, ડિસ્પ્લે 90 હર્ટ્ઝ રિફ્રેટ રેટ અને 1400 નીટ્સ સુધી બ્રાઇટનેસને પણ સપોર્ટ કરે છે. Pixel 7 Tensor G2 પર સંચાલિત છે, જે 8GB સુધી રેમ અને 256GB સુધીના સ્ટૉરેજની સાથે આવે છે, ડિવાઇસ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


 


Googleની આ સર્વિસ 2023માં થઇ જશે બંધ


Google Street View App : ગૂગલે 2015માં સ્ટેન્ડઅલોન સ્ટ્રીટ વ્યૂ એપ રજૂ કરી હતી. ગયા મહિને કંપનીએ જાહેરાત કરી હતી કે તે એપ્લિકેશનને બંધ કરવા જઈ રહી છે અને તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સંપૂર્ણપણે દૂર કરશે. માર્ચ 2023થી એપ સંપૂર્ણપણે બંધ થઈ જશે.


Google Stadia : ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે તેની ક્લાઉડ-આધારિત ગેમ-સ્ટ્રીમિંગ સેવા સ્ટેડિયાને બંધ કરી રહી છે. 18 જાન્યુઆરી, 2023ના રોજ આ સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે.


Google Hangouts : Googleએ 2013 માં Hangouts એપ્લિકેશન રજૂ કરી હતી. 2020થી કંપનીએ સત્તાવાર રીતે લોકોને Hangoutsથી Google Chat પર લઈ જવાનું શરૂ કર્યું અને કંપનીએ નવેમ્બર 2022માં પ્લેટફોર્મને સંપૂર્ણપણે બંધ કરી દીધું.