જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી.
જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી છે.બેંકમાં ઘુસીને તેમની હત્યા કરવામાં આવી છે. મૃતક વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહરના ભગવાન ગામના રહેવાસી હતા. તેમના પિતા ઓમપ્રકાશ બેનીવાલ શિક્ષક છે.
જણાવી દઈએ કે વિજય કુમાર બેનીવાલના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા., તે જમ્મુ અને કાશ્મીરના કુલગામના મોહનપોરામાં સ્થાનિક દેહાતી બેંકમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આતંકવાદીઓ દ્વારા વિજયની હત્યાની માહિતી મળતા સમગ્ર હનુમાનગઢમાં શોકની લહેર છે.
હત્યાનો વીડિયો થયો વાયરલ
બેંક મેનેજર વિજય કુમારની હત્યાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ,આતંકવાદી બેંકમાં ઘૂસે છે. બેંકના ગેટ પર થોડીવાર ઉભો રહીને રાહ જુએ છે. આ પછી, તે પિસ્તોલ કાઢીને વિજય કુમાર પર ફાયરિંગ કરે છે. ગોળી વાગતાં વિજય કુમારનું ઢળી પડે છે. વિજય કુમારનો નાનો ભાઇ પણ બેન્કની જોબ માટેની તૈયારી કરી રહ્યો છે. વિજયના નિધનથી સમગ્ર હનુમાન ગઢીમાં શોકનો માહોલ છે. સીએમ અશોક ગહલોતે ઘટનાની નિંદા કરતા મૃતકના પરિજનો સમક્ષ સંવેદના વ્યક્ત કરી છે.
જમ્મુ કાશ્મીરમાં કર્મચારી ટારગેટ પર
કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ગ્રામીણ બેંક મેનેજર વિજય કુમારને ગોળી મારવાની સૂચના પર સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિજય પહેલા, EPF કર્મચારી રાહલ ભટની 12 મેના રોજ બડગામમાં અને 31 મેના રોજ કુલગામમાં સ્કૂલ ટીચર રજની બાલાની હત્યા કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પુત્ર વિજય કુમારની હત્યાના સમાચાર મળતા જ તેમના ગામ શોકનું મોજું ફરી વળ્યું છે. બજાર બંધ હતી અને પરિવારના સભ્યોને સાંત્વના આપવા દરેક ઘરે પહોંચ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે વિજય કુમાર આશાસ્પદ અને ખૂબ જ મિલનસાર હતા.