Indian Girl in COP26: 15 વર્ષીય વિનિષા ઉમાશંકર, ગ્લાસગોએ, સ્કોટલેન્ડમાં આયોજિત COP26 ક્લાઈમેટ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પોતાનું વકત્વ્ય પણ આપ્યું હતું. તેની શાનદાર સ્પીચના કારણે તે આજે ચર્ચામાં છે.
બ્રિટેનના પ્રિન્સ વિલિયમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલ અર્થશોટ પુરસ્કારની અંતિમ પસંદગી પામેલ 15 વર્ષિય ભારતીય વિદ્યાર્થીએ વિનિશા ઉમાશંકરે સીઓપી 26 કોન્ફરન્સને સંબોધિત કરી હતી અને ધરતીને બચવાવા માટે આહવાન કર્યું હતું.
તમિલનાડુની વિનિશાએ ઉમાશંકરે ઉર્જા સંચાલિત આયરિંગ કાર્ટ પરિયોજનાને આકાર આપ્યો છે. તેમણે એક્સિલરેટિંગ ક્લિન ટેકનોલોજી ઇનોવેશન એન્ડ ડિપ્લોયમેન્ટ વિષયક સત્રમાં ભાગ લીધો હતો.વિનિશાએ દુનિયાભરના નેતાઓ, આંતરાષ્ટ્રીય સંગઠનો, સિવિલ સોસાયટી અને ઉદ્યોગપતિઓને ઘરતીની સ્થિતિ સુધારવા માટે આહવાન કર્યું હતું.તેમણે કહ્યું કે, “આપણે વિનિષાએ પોતાના ભાષણમાં કહ્યું કે, તમે અમારું નેતૃત્વ નહીં કરો તો પણ અમે કરીશું. તમે મોડું કરશો તો પણ અમે આગળ વધીશું. ભલે તમે ભૂતકાળમાં જીવો, અમે આગળ વધવાનું ચાલુ રાખીશું. પરંતુ કૃપા કરીને અમને સમર્થન આપવા માટે આપ અમારૂં આમંત્રણ સ્વીકારશો તો આપને અફસોસ કરવાની જરૂર રહેશે નહીં.
વિનિશાએ સંબોધનમાં નેતાઓને ખરી ખોટી પણ સંભળાવી હતી, તેમણે કહ્યું કે, “આજે હું પૂરા આદર સાથે કહું છું કે, ચાલો વાત કરવાનું બંધ કરીએ અને ખરેખર કાર્ય કરીએ. હવે આપણે પ્રદૂષણ અને જીવાશ્મ ઇંધણ પર બનેલી આપણી અર્થવ્યવસ્થાના બદલે ધરતીને બચાવવાની વ્યવસ્થા માટે આપનું સમર્થન માંગીએ છીએ. હવે જૂની દલીલો પર વિચાર કરવાનું બંધ કરવું પડશે કારણ કે આપણે ભવિષ્યના વિઝન પર કામ કરવાનું છે”વિનિશાના આ સંબોધનથી જો બાઇડનથી લઇને પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત
WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો