Bihar Violence:સાસારામના શેરગંજ વિસ્તારમાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. સાસારામ નગરની તમામ શાળાઓને 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.


બિહારના સાસારામ અને બિહાર શરીફમાં રામનવમીની ઉજવણી દરમિયાન થયેલા હંગામા બાદ શનિવારે (1 એપ્રિલ) ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સાસારામ નગરની તમામ સરકારી અને ખાનગી શાળાઓ પણ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને પણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમના બિહાર પ્રવાસ પર સાસારામ જવાનો તેમનો પ્લાન રદ્દ કરી દીધો છે.


 શનિવારે નાલંદાના બિહાર શરીફના બનૌલિયામાં પ્રથમ ફાયરિંગ થયું હતું. અહીંથી કોઈને ઈજા થઈ હોવાની પુષ્ટિ થઈ નથી. બીજું ફાયરિંગ પહાડપુરામાં થયું હતું જેમાં એક પોલીસકર્મી સહિત 3 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી એકનું મોત થયું હતું.


 શનિવારે મોડી સાંજે સાસારામના શેરગંજ વિસ્તારમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. અહીં બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત પથ્થરમારો પણ થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાસારામ નગરની તમામ શાળાઓ પણ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.


 


 ગુરુવારે સાસારામ અને બિહાર શરીફમાં રામ નવમીના સરઘસો દરમિયાન ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનામાં  અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે


 બિહાર શરીફ, જ્યાં મુખ્ય પ્રધાન નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદા મુખ્ય મથક છે, ત્યાં પણ હિંસા ભડકી હતી.  હિંસાની ઘટનામાં  સંબંધમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાહબાદ રેન્જના ડીઆઈજી નવીન ચંદ્ર ઝાએ કહ્યું કે, હાલ અહી  શાંતિ છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે. અમે ફ્લેગ માર્ચ પણ કરી રહ્યા છીએ.


 સાસારામના જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું કે, સાસારામમાં એકદમ સામાન્ય વાતાવરણ છે. અમારી પાસે એટલી મજબૂત તાકાત છે કે ક્યાંય પણ વિવાદ થવા દેવામાં આવશે નહીં. આજે શાંતિ સમિતિની બેઠક પણ મળી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે.


હિંસાને જોતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના બિહાર પ્રવાસ પર સાસારામની મુલાકાત લેવાની યોજના રદ કરી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે, અમિત શાહે સાસારામમાં સમ્રાટ અશોકની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપવાનો તેમનો પ્લાન રદ કરવો પડ્યો. ચૌધરીએ આરોપ લગાવ્યો કે તે સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં નથી. બિહાર શરીફ, જે નીતીશના ગૃહ જિલ્લા નાલંદામાં આવે છે, ત્યાં પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે.


મુખ્ય પ્રધાન નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના બિહાર શરીફના ગગન દિવાન, મન્સૂર નગર અને નબી નગરમાં અથડામણ ફાટી નીકળ્યા બાદ કલમ-144 લાગુ કરવામાં આવી છે. અહીં અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે.