Syria Earthquake:ભૂકંપમાં  કાટમાળ નીચે દટાઈ જતાં  'મૃત્યુ', 2 દિવસ પછી અંતિમ સંસ્કાર વખતે જીવતી  થઇ વ્યક્તિ! ડોક્ટરોના હોશ ઉડી ગયા હોંશ


શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ ફરીથી જીવિત થઇ શકે? સીરિયાના રહેવાસી અહેમદ અલ-મગરીબી સીરિયાના શહેર અટારિબમાં હતા ત્યારે ભૂકંપના આંચકાએ શહેરને હચમચાવી નાખ્યું હતું. તે ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયા હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે ફરીથી જીવતો થયો હતો.


થોડા દિવસો પહેલા સીરિયા અને તુર્કીમાં આવેલા ભૂકંપે બધાને હચમચાવી દીધા હતા. અહીં આવેલા તીવ્ર ભૂકંપને જોઈને એવું લાગતું હતું કે જાણે આખો દેશ તબાહ થઈ જશે. હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો કાટમાળ નીચે જીવતા દટાયા હતા. પરંતુ કાટમાળ નીચે દટાયેલા કેટલાક લોકેન ચમત્કારિક બચાવ પણ થયો છે.  જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. સીરિયામાં એક માણસ સાથે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની.જ્યારે તે કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યો, પરંતુ તે બે દિવસ પછી ફરી જીવતો થયો!


ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ, સીરિયાના રહેવાસી અહેમદ અલ-મગરીબી સીરિયાના અટારિબ શહેરમાં હતા ત્યારે ભૂકંપના આંચકાથી શહેર હચમચી ગયું હતું. તે પણ ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયો અને મૃત્યુ પામ્યો. તેના મૃતદેહને કાટમાળમાંથી કાઢવામાં આવ્યો હતો (ભૂકંપના કાટમાળમાંથી માણસનો બચાવ) અને ડોકટરોએ તેના મૃતદેહને બે દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો જેથી તેનો પરિવાર તેની ઓળખ કરી શકે. તેની ઓળખ થવા પર જાણવા મળ્યું કે તે અહેમદ છે.


અંતિમ સંસ્કાર દરમિયાન જીવંત થયો વ્યક્તિ


પરિવારજનો ડોક્ટરો પાસેથી મૃતદેહ લઈને કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ ગયા હતા., પરંતુ ત્યાં અચાનક તેનું હૃદય ધબકવા લાગ્યું અને શરીરમાં હલચલ થવા લાગી. પરિવારના સભ્યો આ જોઈને ચોંકી ગયા અને બને તેટલી જલ્દી તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહેમદની હાલત જોઈને ડૉક્ટરો પણ દંગ છે. તબીબનું કહેવું  છે કે અહેમદ તે જૂજ લોકોમાંથી એક છે, જેનું હૃદય બંધ થયા પછી ફરી ધબકવા લાગે.


7.8 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ


ભૂતકાળમાં તુર્કી અને સીરિયામાં આવેલ ભૂકંપ ખૂબ જ ખતરનાક કુદરતી આફત સાબિત થયો છે. રિપોર્ટ અનુસાર, લગભગ 50 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આ બંને દેશોમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. થોડા સમય પછી, તે જ વિસ્તારમાં ફરીથી 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે નુકસાન વધુ વધી ગયું. ગત ગુરુવારે 248 કલાક સુધી ચાલતા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 17 વર્ષની યુવતીનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. .