Viral Video: આજકાલ લોકો પોતાના વિશે ઓછી અને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલને આકર્ષક બનાવવા માટે વધુ ચિંતિત છે. તેથી જ વીડિયો બનાવવા અને ફોટોગ્રાફ્સ લેવામાં તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકવા પણ તૈયાર છે. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ પ્લેટફોર્મ પર આવા ઘણા સ્ટંટ લોકો જોયા હશે, જેઓ જોખમો સાથે રમવાનું પસંદ કરે છે. તેઓ એ વાતની પણ ચિંતા કરતા નથી કે ખતરનાક સ્ટંટ કરવાના કાર્યમાં તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે ફરી એકવાર આવો રૂંવાડા ઊભા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રિલ માટે મોતનો ખેલ!
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરીએ ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા પોતાનો જીવ જોખમમાં મૂક્યો. યુવતીએ તેના બોયફ્રેન્ડના હાથની મદદથી રેલિંગ પર લટકી હતી. છોકરીને લાગ્યું કે નીચે જાળી છે એટલે પડી જશે તો પણ બચી જશે. બોયફ્રેન્ડે તેનો હાથ છોડ્યો ત્યારે યુવતી લટકીને ફોટો પડાવી રહી હતી. તેણે હાથ છોડતાં જ ગર્લફ્રેન્ડ 10-15 ફૂટ નીચે પડી ગઈ. બોયફ્રેન્ડે પણ વિચાર્યું કે ગર્લફ્રેન્ડ જઈને નેટ પર પડી જશે. પરંતુ જાળી એટલી મજબૂત રીતે ફીટ કરવામાં આવી ન હતી. આ જ કારણ હતું કે જાળી યુવતીનું વજન સંભાળી ના શકી અને તૂટી ગઈ.
વીડિયો બનાવવા યુવતી પહોંચી ખતરનાક જગ્યાએ
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી ખતરનાક રીતે નીચે પડી હતી. હવે યુવતી સાથે આગળ શું થયું તેની કોઈ માહિતી નથી. જોકે, તે જે રીતે પડી તે જોતા અંદાજ લગાવી શકાય છે કે તેને નાની મોટી ઈજાઓ થઈ હશે. આ વીડિયો @MoreCrazyClips નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે છોકરી એક શાનદાર ઇન્સ્ટાગ્રામ ફોટો લેવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો જોનારા યુઝર્સે આ ક્લિપ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું, 'લોકો ક્યારેય શીખશે નહીં.' જ્યારે બીજાએ કહ્યું, 'શું તેણી બચી ગઈ'. અન્ય એક યુઝરે કહ્યું, 'ઇન્સ્ટાગ્રામ યુવાનોને મારી રહ્યું છે.'