Muslim Students Beaten In Ahmedabad: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, યુનિવર્સિટીમાં ભણતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે ભગવા ગમછા પહેરેલા કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જય શ્રી રામના નારા લગાવતા આ ટોળાએ હોસ્ટેલના પરિસરમાં ઘુસીને વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.


 તેમજ ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફ અને સિસ્ટમ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે તે વિદેશી નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ જતી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યાંના રેક્ટર પણ ઊંઘતા ઝડપાયા છે. તમામની હાજરીમાં વિદ્યાર્થીઓને બેરહેમીથી મારવામાં આવ્યો હતો. માહિતી બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી અને કમિશનરને સમન્સ પાઠવ્યા છે.


અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?


આ સાથે જ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "કેટલી શરમજનક વાત છે. જ્યારે તમારી ભક્તિ અને ધાર્મિક નારાઓ ત્યારે જ સામે આવે છે જ્યારે મુસ્લિમો શાંતિથી તેમના ધર્મનું પાલન કરે છે. જ્યારે તમે મુસ્લિમોને જોઈને બિનજરૂરી રીતે ગુસ્સે થાઓ છો. જો આ સામૂહિક કટ્ટરવાદ નથી. તો શું છે? આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે. શું તે આ તત્વોને કડત મેસેજ આપવા માટે હસ્તક્ષેપ કરશે ખરા, આ  ઘરેલું મુસ્લિમ વિરોધી નફરત ભારતની સદ્ભાવનાને નષ્ટ કરી રહી છે.




NSUIએ કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ


આ અંગે NSUI દ્વારા જવાબદાર કર્મચારીઓને બરતરફ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. NSUIએ જણાવ્યું હતું કે, "શું વિદેશી નાગરિકો ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષિત નથી? સુરક્ષા અને વિકાસના દાવા હેઠળ ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદેશી નાગરિકોને તંત્ર બચાવી શકતું નથી. કેટલાક તત્વો વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલના પરિસરમાં ઘૂસીને તોડફોડ કરે છે. અને તેઓએ વિદ્યાર્થીઓને માર માર્યો, આ ઘટનાના કારણે ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષા પર સવાલો ઉભા થયા, ગુજરાત યુનિવર્સિટીની સિસ્ટમ પર સવાલો ઉભા થયા.