SCO સમિટ 4 જુલાઈ 2023 ના રોજ યોજાઇ હતી. આ બેઠકમાં ભારતે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) સામે વાંધો ઉઠાવ્યો હતો.

Continues below advertisement

મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પણ સામેલ થયા હતા. ભારતે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સંયુક્ત હાજરીમાં સદસ્ય દેશોના નેતાઓનો હેતુ જુદા જુદા મુદ્દાઓ પર કેન્દ્રિત હોવાનું જણાયું હતું.

ભારતના વડાપ્રધાન પીએમ મોદીએ કયો મુદ્દો ઉઠાવ્યો?

Continues below advertisement

સમિટમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક દેશો તેમની નીતિઓના સાધન તરીકે સીમા પારના આતંકવાદનો ઉપયોગ કરે છે. તેમણે SCOને આવા દેશોની ટીકા કરવા પણ આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આવી ગંભીર બાબતોમાં બેવડા માપદંડ માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં.

આ બેઠકના યજમાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના દેશના વધતા કદનો સંકેત આપવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. તેના કટ્ટર હરીફ પાકિસ્તાન પર નિશાન સાધતા ભારતે અન્ય દેશોને 'આતંકવાદ સામેની લડાઈ'માં એક થવા હાકલ કરી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શું કહ્યું

બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, રશિયા યુક્રેન પર મોસ્કોના હુમલા બાદ પશ્ચિમી પ્રતિબંધોનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. પુતિને સ્થાનિક ચલણમાં SCO દેશો વચ્ચેના વેપાર કરારોને સમર્થન આપ્યું હતું. પુતિને કહ્યું કે આ પગલાંને પ્રતિબંધોને ઘટાડવાના પ્રયાસ તરીકે જોવું જોઈએ.

 

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વેગનરના બળવાને રોકવાનો ઉલ્લેખ કર્યો. પુતિને કહ્યું કે SCO એ ચીન અને રશિયાના નેતૃત્વમાં સુરક્ષા અને આર્થિક સહયોગ પર એક પ્રાદેશિક માળખું છે.તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં વેગનર ગ્રૂપના વિદ્રોહ પછી આ પ્રથમ વખત હતું જ્યારે પુતિન આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર વી. પુતિને જે રીતે શાંઘાઈની બેઠકમાં વેગનર ગ્રૂપનો ઉલ્લેખ કર્યો તે તેમના માટે વેગનર વિદ્રોહ પછી પોતાની શક્તિ દર્શાવવા અને યુક્રેન-રશિયા યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનનો દાવો કરવા માટેનું પ્લેટફોર્મ હતું.

શી જિનપિંગે શું કહ્યું

ચીનના ટોચના નેતા શી જિનપિંગ માટે, સમિટ એ "સત્તાની રાજનીતિ"નો અંત લાવવાની હાકલ કરીને યુનાઇટેડ સ્ટેટ્સને ઘેરવાની બીજી તક હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે SCO કોન્ફરન્સ દરમિયાન ડોલરને છોડી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ભારત માટે આ સમિટ કેટલું મહત્વનું હતું

ભારત દ્વારા આયોજિત ડિજિટલ સમિટ બાદ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ જાહેરાત કરી હતી. ક્વાત્રાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રોએ બે સંયુક્ત નિવેદનો જારી કર્યા - એક અલગતાવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે સહકાર પર અને બીજું ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રમાં સહયોગ પર.