Ajit Doval Mission:PM મોદીએ ભારતના પ્રધાનમંત્રી  તરીકે શપથ લીધા પછી, અજીત ડોભાલને ફરી એકવાર દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે પાકિસ્તાનમાં આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવે છે કે અજીત ડોભાલની રણનીતિ ક્યારેય નિષ્ફળ થતી નથી. હવે અજીત ડોભાલ  શું કરવા જઈ રહ્યા છે તેનાથી પાકિસ્તાનીઓને ડર છે, કારણ કે, અખંડ કાશ્મીરની તેમની યોજના હજુ સુધી સફળ થઈ નથી.


પાકિસ્તાની યુટ્યુબર સોહેબ ચૌધરીએ કહ્યું કે, નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે અમે કાશ્મીર ભારત પાસેથી છીનવી લઈશું, પરંતુ હવે તેનાથી વિપરીત થઈ રહ્યું છે. તેમણે કહ્યું, 'ઘણા મીડિયા અહેવાલોમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હવે સંપૂર્ણપણે PoK પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ માટે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની જેમ  પાકિસ્તાન 3.0 પ્લાન લોન્ચ કર્યો છે. આ માટે અજીત ડોભાલની ટીમને સંપૂર્ણ રીતે તૈનાત કરવામાં આવી છે, જે કાશ્મીર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરશે અને પીઓકે માટે કામ કરશે.


પાકિસ્તાન પાસે કાશ્મીર યોજના નથી


સોહેબ ચૌધરીએ આ મુદ્દે પાકિસ્તાનના યુવાનો સાથે વાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનના યુવાનોએ કહ્યું કે પાકિસ્તાનમાં સૌથી મોટી સમસ્યા શિક્ષણની છે. પાકિસ્તાનના યુવાનો રાજનીતિમાં આવવા માંગતા નથી, જેના કારણે સમસ્યાઓ વધી રહી છે. યુવકે કહ્યું કે પાકિસ્તાને હજુ સુધી કાશ્મીરને લઈને કોઈ એજન્ડા તૈયાર કર્યો નથી. જ્યારે અમારી પાસે કોઈ યોજના નથી તો અમે તે મુદ્દા પર કેવી રીતે કામ કરીશું. યુવકે કહ્યું કે, પાકિસ્તાન પહેલા કાશ્મીરને લઈને કોઈ યોજના બનાવે અને તેને લાગુ કરે.


શું કહીને લઇશું જમ્મુ કાશ્મીર


પાકિસ્તાના યુવકે કહ્યું કે, અમારી પાસે શિક્ષણ નથી, ટેક્નોલોજી નથી, રોજગાર નથી. જ્યારે આપણી પાસે કશું જ નથી તો પછી આપણે કયા આધારે કોઈ વિસ્તાર કબજે કરીશું અને શું કહીને લઇશું? યુવકે પૂછ્યું કે શું અમે જમ્મુ-કાશ્મીરમાં યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યા છીએ કે લોકોને રોજગારી આપવાના છીએ. અન્ય એક પાકિસ્તાની યુવકે કહ્યું કે આપણે આપણા જૂના નેતાઓને બદલવા જોઈએ અને યુવા પેઢીને રાજકારણમાં લાવવી જોઈએ.