નવી દિલ્લીઃ દેશ સહિત સમગ્ર દુનિયા હાલ કોરોના મહારમારી સામે લડી રહી છે અને આ બધાની વચ્ચે રસીને લઈને અનેક દાવાઓ થઈ રહ્યા છે. દેશમાં સ્વદેશી વેક્સીન બનાવવાના પ્રયાસની સાથે સાથે ભારતની નજર દુનિયાભરમાં ચાલી રહેલા પ્રયાસો પર પણ છે. જેમાંથી ઓક્સફર્ડ અને ચીનમાં વુહાન વેક્સીન મુદ્દે સૌથી આગળ છે અને તેમના પરિણામ ખૂબ સકારાત્મક આવ્યા છે. વેક્સીન હજુ ક્યારે આવશે અને કેટલો સમય લાગશે, તેનો અત્યાર અંદાજ જ લગાવી શકાય છે , પરંતુ ભારત સરકારે રસી સફળ થતાં જ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થાની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલે મંગળવારે જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ રહેશે કે, રસીનું પરીક્ષણ સફળ થતાં જ તેનું ઉત્પાદન અને રસીકરણનું કામ મોટા પાયે શરૂ કરવામાં આવે. ડો. પોલ પ્રમાણે ભારતની જનસંખ્યાને ધ્યાને રાખીને આ ખૂબ જ મોટું કામ હશે. કેમકે, આ રસી દેશના પ્રત્યેક નાગરિકને આપવી પડશે. સામાન્ય રીતે કોઈ ફણ રસી બાળકોને એક ખાસ ઉંમર સુધી અપાય છે.
ડો. પોલે જણાવ્યું હતું કે, ઓક્સફર્મા ચાલી રહેલા રસીના પરીક્ષમમાં ભારતની વેક્સીન બનાવનારી સૌથી જૂની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ પણ સામેલ છે. પરીક્ષણ સફળ થયા પછી તેના ઉત્પાદનને લઈને ઓક્સફર્ડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટે કરાર કર્યા છે. પોલ પ્રમાણે સીરમ કંપની વેક્સીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જેવું રસીનું ઉત્પાદન શરૂ થશે અને ઉપલબ્ધ થવા લાગશે કે તરત તે લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાશે. ડો. પોલે ઉમેર્યુ ંહતું કે, અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, રસની જરૂરિયાત કયા કયા લોકોને અને કેટલી માત્રામાં પડશે.
ડો. પોલે કોરોના રસી લોકો સુધી પહોંચડવાના કામની તુલના દેશમાં થનારી ચૂંટણી સાથે કરી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સરકાર એક-એક વ્યક્તિ સુધી પહોંચે છે. તેવી જ રીતે રસીકરણમાં પણ પહોંચશે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીન તૈયાર થયા પછી તેને લોકો સુધી પહોંચાડવાની તૈયારી અંગે એક બેઠક પણ કરી હતી.
દેશમાં કોરોનાની રસી લોકો સુધી ક્યારે પહોંચશે? શું કરાયો મોટો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2020 02:25 PM (IST)
વેક્સીન હજુ ક્યારે આવશે અને કેટલો સમય લાગશે, તેનો અત્યાર અંદાજ જ લગાવી શકાય છે , પરંતુ ભારત સરકારે રસી સફળ થતાં જ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થાની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -