Weather Alert Color:યલો એલર્ટએ હવામાનને સંદર્ભિત ખતરાની  ઘંટડી છે. જ્યારે હવામાન વિભાગ યલો એલર્ટ જાહેર  કરે છે, ત્યારે તે તમને સાવચેત રહેવા માટે કહે છે. આવી સ્થિતિમાં તમારે તમારા વિસ્તારના હવામાનને ધ્યાનમાં રાખીને વર્તન કરવું પડે છે.


હાલ દેશભરમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. આજે ગરમીને લઇને હવામાન વિભાગે અમદાવા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગરમીના સંદર્ભે આ ત્રેણેય કરવાના એલર્ટને સમજીએ. હવામાન વિભાગ દરેક ઋતુ પ્રમાણે ત્રણ એલર્ટ જાહેર કરે છે.


યેલો એલર્ટ એટલે શું


યલો એલર્ટ એ હવામાનને લગતા ખતરાની પ્રથમ ઘંટડી છે. જ્યારે હવામાન વિભાગ યલો એલર્ટ જાહેર કરે છે.


તાપમાન નિયંત્રણમાં રહે છે



  • હિટ વેવ બે દિવસ માટે

  • ઓરેન્જ એલર્ટ શું છે


હવામાન ખરાબ થવા પર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવાનો હેતુ એ છે કે હવે તમારે માત્ર હવામાન પર  નજર રાખવાની જરૂર નથી પરંતુ અહીં-ત્યાં જવાનું પણ ટાળવાનું હોય છે. ખૂબ જ  જરૂરી હોય તો જ ઘરની બહાર જવાની સલાહ અપાઇ છે. ઓરેન્જ એલર્ટમાં  પ્રવાસો જરૂરી ન હોય તો રદ્દ કરવાની સલાહ અપાઇ છે.શાળાનો સમય અને અવધિમા પણ ફેરફાર કરાઇ છે.


હિટવેવ 2 દિવસથી વધારે



  • 43.1થી 45 ડિગ્રી તાપમાન

  • રેડ એલર્ટ એટલે શું


જ્યારે હવામાન વધુ વણસે અને ભારે નુકસાન થવાની સંભાવના હોય ત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરે છે.  રેડ એલર્ટ જારી કર્યા પછી, તમારે બધા નિયમોનું પાલન કરવું જોઈએ  રેડ એલર્ટ અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં જાહેર કરવામાં આવે છે, તેથી તે રેર છે. તેમ છતાં, રેડ એલર્ટનો અર્થ એ છે કે, જીવન અને સંપત્તિને સલામત રાખવા કવાયત કરવનો  સમય આવી ગયો છે. જો આ એલર્ટ વરસાદની મોસમ દરમિયાન જારી કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદની ચેતવણી છે, તેથી જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.


જ્યારે હવામાન સામાન્ય હોય ત્યારે હવામાન વિભાગ ગ્રીન એલર્ટ મોકલે છે. તેનો અર્થ એ છે કે, હવે તમે સુરક્ષિત અનુભવી શકો છો અને તે એક સંકેત છે કે બધું બરાબર છે, તેથી તેનો ઉપયોગ ચેતવણી તરીકે થતો નથી


રેડ એલર્ટ શું છે?



  • હિટ વેવ છ દિવસથી વધારે

  • 45 ડિગ્રીથી વધારે તાપમાન રહેવાની શક્યતા

  •