Hathras Stampede Accident: હાથરસ સત્સંગમાં નાસભાગની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ આજ સુધી ભોલે બાબા નારાયણનો કોઇ પતો નથી લાગ્યો. કે જેના સત્સંગમાં આ સમગ્ર ઘટના ઘટી. મૈનપુરી પોલીસ તેની શોધમાં બિછવા વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ અહીં પણ પોલીસને સફળતા મળી ન હતી. સત્સંગમાંથી ભોલે બાબા આશ્રમમાં મળ્યા ન હતા.
યુપીમાં હાથરસ સત્સંગની ઘટનામાં લગભગ 116 લોકોના મોત થયા હતા. સત્સંગ દરમિયાન જે નાસભાગ મચી ગઈ તેમાં કોઈનું લગ્નજીવન બરબાદ થયું તો કોઈનું જીવન બરબાદ થયું. રડતા લોકો હોસ્પિટલની બહાર તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. છેવટે, તેઓ સત્સંગમાં કેમ ગયા હતા, લાશોના ઢગલા જોઈને લોકો હવે પોતાને કોસવા લાગ્યા છે. હાથરસમાં નાસભાગની ઘટનાને ઘણા કલાકો વીતી ગયા છે. પરંતુ હજુ પણ પોલીસના હાથ ખાલી છે. હા, જે બાબાના સત્સંગના કારણે મૃતદેહોના ઢગલા થયા હતા તેનો કોઇ પતો નથી.
હાથરસ સત્સંગના બાબાનું પૂરું નામ ભોલે બાબા નારાયણ સાકર વિશ્વ હરિ છે. તેનું સાચું નામ સૂરજપાલ છે. તે યુપીમાં જ ક્યાંક છુપાયેલા હોવાનું અનુમામ છે પરંતુ તેના ઠેકાણા અંગે પોલીસ પાસે ચોક્કસ માહિતી નથી. યુપી પોલીસ તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસને શંકા હતી કે. તે મૈનપુરી જિલ્લાના બિછવા વિસ્તારમાં સ્થિત રામકુટી આશ્રમમાં છુપાયો હતો. પોલીસે તેને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આશ્રમમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશ્રમના કેમ્પસમાં સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કોઈ સફળતા મળી ન હતી.
મૈનપુરી આશ્રમમાં બાબા મળ્યા નથી
રામકુટીર ચેરીટેબલ ટ્રસ્ટના આશ્રમમાં પણ બાબા સૂરજપાલ મળ્યા ન હતા. આ અંગે ડેપ્યુટી એસપી સુનીલ કુમારે ખુલાસો કર્યો કે આશ્રમમાં દરોડા દરમિયાન બાબા મળ્યા ન હતા. તેણે કહ્યું, ‘અમને કેમ્પસની અંદર બાબાજી મળ્યા નથી. તે અહીં નથી.' જ્યારે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી હતી ત્યારે બાબાના ભક્તો મોટી સંખ્યામાં આશ્રમની નજીક હાજર હતા. પોલીસની ટીમ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ છે અને બાબાને પકડવામાં વ્યસ્ત છે.
પોલીસે છટકું ગોઠવ્યું પણ તે નિષ્ફળ ગયું
ખરેખર, પોલીસને માહિતી મળી હતી કે હાથરસ ઘટનાના ભોલે બાબા નારાયણ મૈનપુરી જિલ્લાના બિછવા વિસ્તારમાં સ્થિત સાકર વિશ્વ બાબા હરિના રામકુટી આશ્રમમાં છુપાયેલા છે. પોલીસે તેને પકડવા માટે સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. બાબાને પકડવા માટે પોલીસની ટીમે રામકુટી આશ્રમને ચારે બાજુથી ઘેરી લીધો છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો અહીં હાજર હતી. આશ્રમની અંદર મોટી સંખ્યામાં ભોલે બાબાના અનુયાયીઓ હતા. પોલીસ લાંબા સમય સુધી અંદર પ્રવેશી શકી ન હતી. પરંતુ કોઈ રીતે જ્યારે પોલીસ આશ્રમની અંદર પહોંચી તો બાબા ત્યાં મળ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બાબા ત્યાંથી પણ પોલીસને ચકમો આપીને ભાગી ગયા હતા. મીડિયાને પણ આશ્રમની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
અલીગઢમાં 23 મૃતદેહો
આ દરમિયાન અલીગઢના ડીએમ વિશાક અય્યરે કહ્યું કે, અહીં કુલ 23 મૃતદેહો લાવવામાં આવ્યા છે. ત્રણ ઘાયલોની અહીં સારવાર ચાલી રહી છે. જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે. તમને જણાવી દઈએ કે હાથરસમાં સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 116 લોકોના મોત થયા છે. આ તમામ સત્સંગમાં ઉપસ્થિત લોકો ભોલે બાબાના અનુયાયીઓ હતા.