Election Results 2022: ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળી છે. બંને રાજ્યોમાં સરકારની રચનાને કવાયત શરૂ થઇ ગઇ છે.


ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સરકાર રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે ત્યાં સ્થિતિ સ્પષ્ટ છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસમાં સીએમ પદ માટે મંથન ચાલી રહ્યું છે. જાણો બંને રાજ્યોની સરકારની રચના સાથે જોડાયેલી મોટી બાબતો.


Election Results 2022: મોડી સાંજે મળી હતી વિધાનસભા દળની બેઠક


શુક્રવારે (9 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દિવસ દરમિયાન યોજાવાની હતી, પરંતુ વારંવાર સમય બદલાવાને કારણે મોડી સાંજે બેઠક શરૂ થઈ હતી.


 આ બેઠકની શરૂઆત પહેલા મુખ્યમંત્રી પદના દાવેદારોની તાકાતનો શો પણ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પ્રતિભા સિંહ, વિપક્ષના આઉટગોઇંગ નેતા મુકેશ અગ્નિહોત્રી અને ચૂંટણી પ્રચાર સમિતિના વડા સુખવિંદર સિંહ સુખુના સમર્થકોએ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્રણેયને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.


 કોંગ્રેસના બે નિરીક્ષકો - છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા, હિમાચલ પ્રદેશના કૉંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ બેઠકમાં હાજરી આપી હતી. તેમના સિવાય પ્રતિભા સિંહ અને તમામ નવા ચૂંટાયેલા 40 ધારાસભ્યો પણ બેઠકમાં હાજર હતા.


આ બેઠકમાં હિમાચલ પ્રદેશના આગામી સીએમ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ 40 ધારાસભ્યોએ ભાગ લીધો હતો અને તમામે સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડવાનો ઠરાવ પસાર કર્યો હતો.


રાજીવ શુક્લાએ કહ્યું કે કોઈપણ ધારાસભ્ય દ્વારા કોઈ નામ સૂચવવામાં આવ્યું ન હતું અને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો કે મુખ્ય પ્રધાન પસંદ કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડવો જોઈએ. બધાએ પાર્ટી અધ્યક્ષને આગામી મુખ્યપ્રધાનની પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે.


કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારીએ પણ પક્ષમાં જૂથવાદના અહેવાલોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, મીડિયામાં જે પણ ચાલી રહ્યું છે તે પાયાવિહોણું છે. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી અને બધું બરાબર ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા વીરભદ્ર જીમાં વિશ્વાસ કરીએ છીએ. કોંગ્રેસ ફરી મજબૂત બની રહી છે. અમારી પાસે જંગી બહુમતી છે અને હોર્સ ટ્રેડિંગ થશે નહીં.


હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો ગુરુવારે (8 ડિસેમ્બર) જાહેર કરવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશની 68 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 40 બેઠકો જીતીને ભાજપને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે 25 બેઠકો અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી.


શુક્રવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પહેલા કોંગ્રેસના નિરીક્ષકો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પણ મળ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, તેમણે રાજ્યપાલને જાણ કરી છે કે પાર્ટી પાસે બહુમતી છે અને સરકાર બનાવવાનો દાવો કરવા માટે તેઓ તેમની સાથે પછીથી ઔપચારિક બેઠક કરશે.


 


 


 


Education Loan Information:

Calculate Education Loan EMI