વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી  હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1947 થી 02 ફેબ્રુઆરી 1958 વચ્ચે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા.


રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે 11 નવેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો.


શિક્ષણ દિવસ નિમિત્તે ભારત અબુલ કલામ કલામે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરાય છે. મૌલાના અબુલ કલામ માનતા હતા કે,શાળાઓ એ પ્રયોગશાળાઓ છે જ્યાં ભાવિ નાગરિકોનું નિર્માણ  થાય છે.


આ દિવસે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને સાક્ષર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 2008 માં, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) એ મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.


ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી


મૌલાના અબુલ કલામ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. તેમણે ભારતની આઝાદી પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની સ્થાપના કરી. મૌલાના આઝાદ 35 વર્ષની વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ ઉર્દૂમાં કવિતાઓ પણ લખતા હતા. લોકો તેમને કલમના યોદ્ધા તરીકે પણ ઓળખતા. તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને દેશમાં મફત શિક્ષણ માટે પણ કામ કર્યું.


મૌલાના અબુલ કલામ આઝાદ પ્રખ્યાત ભારતીય મુસ્લિમ વિદ્વાન હતા. તેઓ કવિ, લેખક, પત્રકાર અને ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનના કારણે જ અબુલ કલામ આઝાદની જન્મ જંયતીને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવે છે. 


તેમણે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું સમર્થન કર્યું. આઝાદી પછી, તેઓ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર જિલ્લામાંથી વર્ષ 1952માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.