Pakistani Girls Viral Video: હાલમાં જ પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે પાકિસ્તાની યુવતીઓ ભારતીયો વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આફિયા ખાન નામની યુવતી મુખ્ય રીતે જોવા મળી રહી છે, જે પાકિસ્તાનના એક સુંદર પહાડી વિસ્તારમાં રહે છે. આફિયાએ પોતે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને આ વીડિયો હવે ભારત સહિત દુનિયાભરમાં વાયરલ થયો છે.


વીડિયોમાં આફિયાએ પાકિસ્તાનના સુંદર કુદરતી દ્રશ્યો બતાવ્યા અને પછી ભારતીયોને ખાસ અપીલ કરી છે. આફિયાએ વીડિયોમાં કહ્યું, "ભારતીયો, ક્યારેક પાકિસ્તાન આવો!" વીડિયોમાં આફિયાની સ્માઈલ અને તેના અદ્ભુત એક્સપ્રેશન્સે તેને ખાસ બનાવી દીધી છે. તેમજ વિડીયોના પાછળના વ્યુમાં પાકિસ્તાનનો ધ્વજ અને લીલી ટેકરીઓ દેખાઈ રહી છે.


વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે




આફિયા ખાનનો આ વીડિયો અત્યાર સુધીમાં 2 કરોડ 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 12 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને 2 લાખ 83 હજાર વખત શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર 1 લાખથી વધુ કમેન્ટ્સ આવી છે, જેમાં લોકોએ ફની રિએક્શન્સ આપ્યા છે.                                                                                           


ભારતીય યુઝર્સ  રમૂજી પ્રતિક્રિયાઓ


આફિયાના આ વીડિયોને લઈને ભારતીય યુઝર્સે પણ રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. આમાં વિવેક વર્માએ લખ્યું છે કે, "તમે ફોન કરો અને અમે ન આવ્યા, આ કેવી રીતે થઈ શકે." પ્રિયાંશુ રાવતે લખ્યું, "હું પેક કરી રહ્યો છું અને આજે જ તમને મળવા આવી રહ્યો છું." સોહિલ રાજપૂતે મજાકમાં લખ્યું કે, તમારા કારણે જ હું પાકિસ્તાન પર પરમાણુ હુમલો નથી કરી રહ્યો. આ ટિપ્પણીઓએ વીડિયોને વધુ વાયરલ કર્યો છે અને આ વીડિયો ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે અનોખી વાતચીત અને મિત્રતાનું પ્રતિક બની ગયો છે.