World Environment Day:દર વર્ષે, 5 જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day)તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1974 માં ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણીય જોખમો અને તેનાથી થતા નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણીએ કઇ રીતે તેની શરૂઆત થઇ હતી.
પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. પર્યાવરણીય સંરક્ષણ એ આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે. તો જ લોકો આ પ્રત્યેની તેમની જવાબદારી સમજાશે
વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ (World Environment Day History)
વર્ષ 1972માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. જે પછી દર વર્ષે આ દિવસની ઉજવણી થવા લાગી. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1973 માં "ફક્ત એક પૃથ્વી" થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ (World Environment Day) આ વર્ષની (2024) થીમ
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 'લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રૉટ રિઝિલિયન્સ' છે. વર્ષ 2023 માં, આ દિવસ 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. 5મી જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસને વનમહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પર્યાવરણ દિવસનું મહત્વ
ભારત સહિત અન્ય ઘણા દેશોમાં પ્રદૂષણની સમસ્યા જોવા મળી રહી છે. સતત વધી રહેલું પ્રદૂષણ માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ આપણી પ્રકૃતિ માટે પણ જોખમી છે. સ્વસ્થ પ્રકૃતિ માનવ જીવનનો આધાર છે. કુદરત આપણને જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, તેનું શોષણ આપણા જીવનને અસર કરી શકે છે. પર્યાવરણ દિવસની ઉજવણી પ્રકૃતિને પ્રદૂષણ અને અન્ય જોખમોથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.હાલ ઉનાળામાં પડી રહેલી અસહ્ય ગરમી, તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે છે અને શિયાળામાં ઠંડીનો અભાવ પર્યાવરણના નુકસાન જ સંકેત છે. ઋતુ મુજબ ઠંડી ન પડવી અને ધરતીનું વધતું જતું તાપમાન આપણી પર્યાવરણ પ્રત્યેની ઘોર બેદરકારી અને તેને નુકસાન કરતી આપણી પ્રવૃતિ છે.સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ અને ઉર્જા સંરક્ષણ જેવા પગલાં અપનાવીને આપણે પર્યાવરણના રક્ષણમાં મોટો ફાળો આપી શકીએ છીએ.