સોફ્ટવેર એન્જિનિયર ચેતન અને સ્મિતલના લગ્ન ગત માર્ચ મહિનામાં જ થયા હતા. સ્મિતલ પણ મિકેનિક એન્જિનિયર છે. બંનેના લગ્ન બછી લોકડાઉન લાગી ગયું હતું, જેને કારણે તેઓ હનીમૂન પર જઈ શક્યા નહોતા. બંને 18મી ઓક્ટોબરે મહાબળેશ્વર પહોંચ્યા હતા. તેમજ અહીંની એક હોટલમાં રોકાયા હતા. આ જ હોટલમાં કોસ્તુભ પણ રોકાયો હતો. કોસ્તુભે તેની સાથે મિત્રતા કરી હતી, પરંતુ સ્મિતલ અને કોસ્તુભના સંબંધ અંગે ચેતનને કંઈ જ જાણકારી નહોતી. ત્રણેયે હોટલમાં ખૂબ મજા કરી હતી.
હોટલમાં દારૂ પીધા પછી કોસ્તુભે ચેતનને જણાવ્યું કે, તે પણ વારજા વિસ્તારમાં રહે છે. લોકડાઉનમાં તેની નોકરી જતી રહી છે. હવે તે ભાડૂ આપવાની સ્થિતિમાં પણ નથી. તેણે ચેતનને પૂછ્યું કે, શું તે તેના ઘરમાં રહી શકે છે. ચેતને કોસ્તુભની મદદ માટે તેને પોતાના ઘરમાં રહેવા દેવાની મંજૂરી આપી દીધી. મહાબળેશ્વરથી આવ્યા બાદ કોસ્તુભ ચેતનના ઘરમાં સિફ્ટ થઈ ગયો હતો.
ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે કોસ્તુભનો મોબાઇલ ફોટા જોવા માટે માંગ્યો હતો. આ સમયે કેટલીક સંદિગ્ધ તસવીરો જોવા મળી. તેના મોબાઇલના મેસેજ તેણે જોયા તો તે દંગ જ રહી ગયો. મેસેજથી પત્નીના કોસ્તુભ સાથે અફેરની તેને ખબર પડી. મેસેજમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી કે, તેઓ ચેતનના પ્રાઇવેટ પાર્ટની નસ કાપીને તેને નપુંસક બનાવી દેશે અને સ્મિતલ તેની નપુંસકતાના આધાર પર તેની પાસેથી છૂટાછેડા માંગી લેશે. આ મેસેજ વાંચ્યા પછી તે ખૂબ જ ડરી ગયો હતો અને પોતાના માતા-પિતા પાસે અમદાવાદ આવી ગયો હતો.
ચેતને ઘરે આવીને આ અંગે સંપૂર્ણ હકિકત તેના માતા-પિતાને જણાવ્યું હતું. આ પછી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સ્મિતલ અને કોસ્તુભનું અફેર ચાલી રહ્યું હતું, પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન થઈ શક્યા નહોતા.