કોરોનાને લઈને સૌથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબિયસે ખુદને કોરેન્ટાઈન કરી લીધા છે. તેઓ એક કોરોના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જેના કારણે તેમણે આ નિર્મય કર્યો છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.


આખી દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. WHOના ડાયરેક્ટર ટેડરોસે ટ્વીટ કરીને પોતે કોરેન્ટાઈનમાં જવાની જાણકારી આપી છે.


ટેડરોસે ટ્વીટ કરીને ક્હયું કે, “હું કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સંપૂર્ણ સ્વસ્થ્ય છું અને કોઈ લક્ષણ નથી. પરંતુ આવનારા દિવસોમાં વિશ્વ સ્વાસ્ત્ય સંગઠનના પ્રોટોકોલ અનુસાર હું ખુદને કોરેન્ટાઈનમાં રાખીશ.”