બલૂચ લિબરેશન આર્મી દ્વારા હાઇજેક કરાયેલી પાકિસ્તાનની ટ્રેનમાંથી 104 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને 17 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 16 BLA લડવૈયાઓ માર્યા ગયા.
BLA એ તેના સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો છે કે ટ્રેનમાં 214 બંધકોને બંધક બનાવવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના લોકોનો સમાવેશ થાય છે. BLA એ કહ્યું કે તે બધાને તેઓએ બંધક બનાવ્યા છે.
પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
બલૂચ લિબરેશન આર્મીએ પોતાના નિવેદનમાં પાકિસ્તાન સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને ધમકી આપી છે કે જો પાકિસ્તાન તમામ બલૂચ રાજકીય કેદીઓને અને બળજબરીથી ગાયબ થયેલા લોકોને મુક્ત નહીં કરે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે અને ટ્રેનને ઉડાવી દેવામાં આવશે. આતંકવાદી સંગઠન BLA ના પ્રવક્તા જિયંદ બલુચે કહ્યું હતું કે, "અમે જે કહી રહ્યા છીએ તે અંતિમ નિર્ણય છે, જો પાકિસ્તાન કોઈ હુમલો કરશે તો તેના ભયંકર પરિણામો આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાનની રહેશે."
BLA અનુસાર, અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની સૈનિકોએ એન્કાઉન્ટરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને ટ્રેનમાં કુલ 214 મુસાફરો હજુ પણ બંધક બનાવવામાં આવ્યા છે.
અમે આખી ટ્રેન ઉડાવી દઈશું - BLA
પોતાના સત્તાવાર નિવેદનમાં બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પાકિસ્તાન સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો બલૂચ લિબરેશન આર્મી આખી ટ્રેનને ઉડાવી દેશે. બલૂચ લિબરેશન આર્મીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પાકિસ્તાન સરકાર પાસેથી આ 214 મુસાફરોને મુક્ત કરવાના બદલામાં પાકિસ્તાને જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ અને અલગતાવાદી નેતાઓને બિનશરતી મુક્ત કરવા પડશે.