નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરના વાયરસનો કહેર વધી રહ્યો છે.  વિશ્વભરમાં 10 લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત થઈ ચુક્યા છે ને 58 હજાર લોકોના જીવ ગયા છે. કોરોનાના કારણે પરિવારજનો ગુમાવનારા અનેક લોકોને દુઃખનો સામનો કરવો પડી રહ્યા છે. કારણકે અનેક લોકોને અંતિમ સંસ્કારમાં પણ ભાગ લેવાની મંજૂરી નથી મળતી.


કોરોનાના દર્દીને આઇસોલેશનમાં રાખતી વખતે અંતિમ સમયમાં પણ પરિવારજનોને મળવાની મંજૂરી નથી મળતી. ઈટાલીએ અંતિમ સંસ્કારના કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે.  આ દરમિયાન બ્રિટનમાં સૌથી નાની વયે કોરોનાથી જીવ ગુમાવનારા 13 વર્ષના છોકરાની માતા અને 6 ભાઈ-બહેનોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


બ્રિક્સટનમાં રહેતા ઇસ્માઇલ મોહમ્મદ અબ્દુલવહબનું મોત થયું તો તેની માતાએ અંતિમ સંસ્કાર પણ ઓનલાઈન જોયા હતા. ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, ઈસ્માઇલના અંતિમ સંસ્કારમાં કેટલાક સંબંધીઓને ભાગ લેવાનો મોકો મળ્યો હતો પરંતુ આ દરમિયાન તેમને પ્રોટેક્ટિવ સૂટ પહેરાવામાં આવ્યો હતો અને 2 મીટર દૂર ઉભા રહેવા જણાવાયું હતું.


કોરોના વાયરસના કારણે આઈસોલેશનમાં રહેલી માતા પોતાના વ્હાલસોયા પુત્રની અંતિમ વિધિ ઓનલાઈન જાઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.