નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 10 લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ દરમિયાન કોરોના વાયરસને લઈ એક મોટા સમાચાર આવી રહ્યા છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, કોરોનાને હરાવવા માટે અમેરિકામાં પ્રયોગ શરૂ થઈ ચુક્યો છે. ઠીક થઈ ગયેલા દર્દીના લોહીમાંથી કોરોના સંક્રમિત દર્દીની સારવાર થઈ શકે છે. નવી શોધ મુજબ, રોગ પ્રતિકારક ક્ષમતા સાથે લોહીમાં રહેલા પ્લાઝમા મળીને કોરોના વાયરસને હરાવવાનું કામ કરી શકે છે.
