નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોના વાયરસે કોહરામ મચી ગયો છે, અને અત્યાર સુધી 60 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે, ત્યારે ઇરાનમાં એક જ દિવસમાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે 151 લોકોનો જીવ લઇ લીધો છે, આખુ ઇરાન હાલ કાતિક કોરોનાની જબરદસ્ત ઝપેટમાં આવી ગયુ છે. ઇરાનના સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર ઇરાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 3603 લોકોનો મોત થઇ ચૂક્યા છે.
ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, છેલ્લા 24 કલાક ઇરાન માટે ખતરારૂપ રહ્યાં દેશની હૉસ્પીટલોમાં 151 લોકો મોતને ભેટ્યા છે, એટલુ જ નહીં છેલ્લા 24 કલાકમાં ઇરાનમાં 2400 નવા કોરોનાના પૉઝિટીવ કેસો સામે આવ્યા છે.
નોંધનીય છે કે હાલ અમેરિકાની સ્થિતિ સૌથી ખરાબ છે, આ ઉપરાંત ઇટાલી, સ્પેન સહિતના યુરોપીય દેશોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.
અમેરિકા બાદ આ દેશમાં કોરોનાએ લીધુ રૌદ્ર રૂપ, 24 કલાકમાં 151 લોકોના મોત, 2400 નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Apr 2020 10:22 AM (IST)
ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે 151 લોકોનો જીવ લઇ લીધો છે, આખુ ઇરાન હાલ કાતિક કોરોનાની જબરદસ્ત ઝપેટમાં આવી ગયુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -