વિશ્વભરમાં કોરોના વાયરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે. યુએસમાં 3.25 લાખ લોકો સંક્રમિત કેસ નોંધાયા છે જ્યારે અમેરિકામાં કોરોનાથી 9 હજારથી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે.
ભારતમાં કોરોનાના કેસ 4.1 દિવસમાં બે ગણા થઈ રહ્યા છે, પરંતુ જો દિલ્હીના દબલિગી જમાનના ધાર્મિક આયોજન બાદ હાલમાં જ સંક્રમણ ફેલાવની જે ઘટના બની તે ન થયું હોત તો આ દર 7.4 દિવસ હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપતી કહ્યું કે, બલિગી જમાતની ઘટનાને કારણે સંક્રમણ ફેલાવવાના દરમાં વધારો થવાથી સંક્રમિત દર્દીની સંખ્યા ઓછા સમયમાં બે ગણી થઈ રહી છે.