ઓસ્ટેલિયામાં એક ડોક્ટરને કોરોના વાયરસ સંક્રમિત મળ્યું છે. અહીં સ્વાસ્થ્ય અધિકારીઓએ ત્યારબાદ એક ક્લિનિક બંધ કરી દીધુ છે અને આશરે 70 લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, જે આ ડૉક્ટરના સંપર્કમાં આવ્યા હતા. મેલબર્નનો આ ડૉક્ટર 29 ફેબ્રુઆરીએ અમેરિકાથી પરત ફર્યા હતા. 2થી લઈને 6 માર્ચ સુધી તેમની પાસે આશરે 70 સામાન્ય દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આશરે 70 કેસ સામે આવ્યા છે અને બે લોકોના મોત થયા છે.
ચીનના વુહાનની શરૂ થયેલો ખતરનાક કોરોના વાયરસ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે.
જમ્મુના બે સંદિગ્ધ દર્દીની રિપોર્ટ આવી છે. જાણકારી અનુસાર તેમના સંક્રમિત હોવાની શક્યતા છે. બંનેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન આજે પીએમ મોદી સાથે મુલાકાત કરશે.