Turkey Earthquake Live: તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં ચમત્કાર, 5 દિવસ બાદ કાટમાળ નીચેથી 2 માસૂમ જીવિત મળ્યાં

તુર્કી ભૂકંપમાં મોતનો આંકડો સતત વધી રહયો છે, જો કે આ બધાની વચ્ચે કેટલીક એવી ઘટના સામે આવે છે. જેને કુદરતી ચમત્કારથી કમ ન આંકી શકાય

gujarati.abplive.com Last Updated: 11 Feb 2023 10:38 AM

બ્રેકગ્રાઉન્ડ

 Turkey Earthquake Live:તુર્કી ભૂકંપમાં મોતનો આંકડો સતત વધી રહયો છે, જો કે આ બધાની વચ્ચે કેટલીક એવી ઘટના સામે આવે છે. જેને કુદરતી ચમત્કારથી કમ ન આંકી શકાય.તુર્કીમાં મલ્ટીસ્ટોર બિલ્ડિંગના...More

Turkiye Earthquake: 'તેને પહેલાં કેવી રીતે ખબર પડી?'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ક હૂગરબીટ્સ નામના  વૈજ્ઞાનિકે ત્રણ  દિવસ પહેલા જ ભૂકંપની આગાહી કરી હતી. આ અંગે લોકોએ કહ્યું કે તેમને ત્રણ દિવસ પહેલા જ ભૂકંપનો કેવી રીતે પૂર્વાભાસ થઇ ગયો હતો.  તમને જણાવી દઈએ કે અત્યાર સુધીની તમામ ટિપ્પણીઓ સોશિયલ મીડિયા યુઝર્સ જ  દ્વારા કરવામાં આવી છે અને  આ મુદ્દે તુર્કીના કોઈ અધિકારીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકાએ પણ આ અંગે કંઈ કહ્યું નથી.


Turkiye Earthquake: HAARPએ શું કહ્યું?


આ અફવાઓ વચ્ચે, HAARP એ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, ઓક્ટોબર 2022 માં, HAARP એ તેની નવી વેધશાળામાં પ્રયોગોનો સૌથી મોટો સેટ શરૂ કર્યો, પરંતુ કોઈ ભૂકંપનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત 2017નો અભ્યાસ કહે છે કે કુદરતી રીતે બનતા અને માનવસર્જિત ધરતીકંપ બંનેમાં ધ્રુજારી અને નુકસાનની સમાન સંભાવના છે.