ન્યૂયોર્કઃ અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 20 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમારી પાસે અનેક હુમલાખોરો હોવાના રિપોર્ટ છે. અમે તેની શોધ કરી રહ્યા છીએ. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, ટેક્સાસમાં ભયાનક ગોળીબાર, રિપોર્ટ ખૂબ ખરાબ છે. અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે વાત કરી છે અને પુરી મદદનો વિશ્વાસ અપાવ્યો છે.


સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગોળીબાર એક વોલમાર્ટ સ્ટોરમાં થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા છે. એક કર્મચારીએ કહ્યું કે, પોલીસ અને સ્વાટ ટીમ વિસ્તારને ખાલી કરાવવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. પોલીસે જનતાને મોલથી દૂર રહેવાની સલાહ આપી છે.

ટેક્સાસના લેફ્ટિનન્ટ ગવર્નર ડૈન પૈટ્રિકે કહ્યું કે, ગોળીબારમાં 20 લોકો માર્યા ગયા છે. પૈટ્રિકે કહ્યું કે, અમારી પાસે 15થી20 લોકો માર્યા ગયાની જાણકારી છે. આ ઘટના સ્થાનિક સમયઅનુસાર સવારે 10 વાગ્યે બની હતી. આ અમેરિકામાં વોલમાર્ટ સ્ટોરમાં એક સપ્તાહમાં થયેલી બીજી ઘટના છે. ગયા સપ્તાહમાં કેલિફોર્નિયાના ગિલરોયમાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલમાં ફાયરિંગ થયુ હતુ જેમાં ત્રણ  લોકો માર્યા ગયા હતા.