20 years of 9/11: ઇતિહાસમાં 11 સપ્ટેમ્બરના દિવસે એક દુ:ખદ ઘટના ઘટી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની છાતી પર એવો ઘાતક આતંકી હુમલો થયો કે તે ઘટનાના જખ્મ આજે પણ નથી રૂઝાયા. આજે આ ઘટનાને 20 વર્ષ પૂર્ણ થયા. તેની વીસમી વરસી છે. આ અવસરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અમેરિકીઓને એક સંદેશ આપ્યો છે.


20 વર્ષ પૂર્વે થયેલી ઘટના પર બાઇડેને શું કહ્યું?
રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે,  “11 સપ્ટેમ્બર 2001ના 20 વર્ષ બાદ આપણે  2977 લોકોને યાદ કરીએ છીએ. જેને આપણે ગુમાવ્યાં. આ ઘટનાથી શીખ્યું કે, એક્તા જ અમારી સૌથી મોટી તાકત છે. જે બતાવે છે કે આપણે કોણ છીએ”


 ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં ટવિન ટાયર પર હુમલાને આજે 20 વર્ષ થઇ ગયા. હુમલામાં લગભગ 3000 હજાર લોકોએ જીવ ગુમાવ્યાં હતા અને હજારો લોકો ઘાયલ થઇ ગયા હતા. હુમલો એટલો ભીષણ હતો કે, લોકો બ્લિડિંગથી નીચે કૂદી ગયા હતા.


ડીસીથી લગભગ  એક હજાર મીલ દૂર ફ્લોરિડાના એક સ્કૂલમાં તત્કાલીન એમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશનો એક કાર્યક્રમ હતો બુશ અને બાળકોની વચ્ચે રસપ્રદ સંવાદ થવાનો હતો. ક્લાસમાં દાખલ થયાના ઠીક પહેલા વ્હાઇટ હાઉસમાં તત્કાલીન ચીફ ઓફ સ્ટાફ એન્ટી કાર્ડ આવે છે અને બુશ કાનમાં કંઇક કહે છે. બુશ નિશ્ચિત થઇ જાય છે અને બધું જ પહેલાની રફતારથી ચાલવા માંડે છે. ક્લાસમાં બાળકો સાથે સંવાદનો સિલસિલો શરૂ થાય છે.થોડા સમય બાદ ફરી એન્ટી કાર્ડ આવે છે અને બુશના કાનમાં માત્ર 11 શબ્દો કહે છે ત્ચારબાદ બુશના આંખમાં ક્રોધ છવાઇ જાય છે.



વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર  હુમલાની ઘટનાને યાદ કરતાં એન્ડ્યૂ કાર્ડે કહ્યું કે, “ તે સમયે બધા જ એકજૂટ થઇ ગયા હતા ન તો કોઇ ડોમેક્રેટ હતું કે ન તો કોઇ રિપબ્લિકન હતુ, બધા જ અમેરિકા હતા. 2 દશક પહેલા 11 સપ્ટેમ્બરે સવારે અલ કાયદાએ 19 આતંકવાદિયોઓએ અમેરિકાની સૌથી ઊંચી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો. કેલિફોર્નિયા જતી 4 કોમર્શિયલ ફ્લાઇટને હાઇજેક કરી લીધી હતી અને આ વિમાનનો ઉપયોગ મિસાઇલ તરીકે કર્યો હતો. બે વિમાને વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર તો બે વિમાને રક્ષામંત્રાલય પેંટાગનને નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં3 હજાર લોકો માર્યા ગયા છે.