તેહરાન: ઈરાનના અહવાજ શહેરમાં શનિવારે સેનાની પરેડ દરિયાન મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં 24 લોકોના મોત નીપજ્યા છે અને 53 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઇરાન, ઇરાક સાથે 1980-88 યુદ્ધના શરૂઆતની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસર પર દેશના અનેક જગ્યાએ પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે દરમિયા એક પરેડ પર આ હુમલો થયો.
સમાચાર એજન્સી ફાર્સ અનુસાર હુમલો સવારે નવ વાગ્યે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનામાં ચાર બંદૂકધારી આતંકીઓ હતા. અને તેઓએ સેનાની વર્દી પહરેલી હતી. હુમલાવરોએ નાગરિકો પર ગોળીઓ ચાલાવી હતી અને પોડિયમ પર હાજર સેનાના અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.