લાહોરઃ પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. અગાઉ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) એ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદ માર્યો ગયો હોવાનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજા આપવાનું નાટક કર્યું છે.






નિક્કેઇ એશિયાના અહેવાલ મુજબ, એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે મીર પાકિસ્તાનમાં જીવિત છે, કસ્ટડીમાં છે અને તેને સજા આપવામાં આવી છે. 2011માં મીર પર એફબીઆઈએ પાંચ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. અમેરિકાએ તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. સાજિદ મીર લશ્કરના નેતા હાફિઝ સઈદનો ખાસ માણસ ગણાય છે. સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ હેડલી અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર હોવાનું મનાય છે.


FATF ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનું પ્લાનિંગ


પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યુ છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં સામેલ છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાનો નિર્ણય કરશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કાર્યવાહી કરી રહ્યું છે.


અમેરિકાએ 50 લાખનું ઈનામ જાહેર કર્યું


આતંકવાદી સાજીદ મીર લશ્કર-એ-તૌયબા માટે કામ કરતો હતો. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈએ માહિતી આપી હતી કે મીર 2001થી સક્રિય હતો. તેણે લશ્કર સાથે મળીને અનેક આતંકી હુમલાની યોજના બનાવી હતી. અમેરિકાએ તેના પર 50 લાખનું ઈનામ જાહેર કર્યું છે.